'માહી ઉડાન ફાઉન્ડેશન' દ્વારા અમદાવાદના શ્રી કિંજલ પંચાલનું સન્માન


અમદાવાદમાં વર્ષોથી રહેતા કિંજલ પંચાલ સમાજિક કાર્ય ક્ષેત્રે વર્ષોથી સંકળાયેલા છે. હાલમાં તેઓ પીએચ.ડી.નો અભ્યાસ કરે છે. સાથે સાથે તેઓ શ્રેષ્ઠ એંકર, લેખિકા, સામાજિક કાર્યકર છે. અમદાવાદમાં જુદી જુદી સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે. સમાજમાં તથા મહિલાઓના વિકાસ અને અધિકાર અર્થે કાયમી તત્પર રહેતા કિંજલબેન પંચાલનું 'માહી ઉડાન ફાઉન્ડેશન' દ્વારા આયોજિત તારીખ : ૦૭/૦૨/૨૦૨૬ના રોજ *નિર્ભયા નારી સન્માન* કરવામાં આવ્યું હતું. તેમાં શિલ્ડ,પ્રમાણપત્ર અને મેડલ આપીને કિંજલ પંચાલનું સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે જીવનમાં ડગલેને પગલે ઉતરોતર સફળતાના પડાવો સર કરી આજીવન આગળ વધતાં રહે અને નારી શક્તિ અને તેના વિકાસ અર્થે કાયમી ઉદાર ભાવે તેમના વતી પ્રેરણા મળતી રહે તેવી અનંત શુભકામનાઓ *'માહી ઉડાન ફાઉન્ડેશન'* વતી પાઠવામાં આવી હતી. કાર્યક્રમમાં અમદાવાદ જીલ્લાનાં વિવિધ મંત્રીઓ, પૂર્વ જજ શ્રી સુરેશભાઈ સિંઘલ, તથા આકાશવાણી, દૂરદર્શન અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોખાયેલા વિજાનંદ તૂરી પણ હાજર રહ્યાં હતાં. નિર્ભયા એટલે ભય વિનાની સ્ત્રી. કોઈપણ કાર્ય કરવું સહેલું નથી. જે કિંજલ પંચાલે કરી બતાવ્યું છે. ભવિષ્યમાં ખૂબ આગળ વધે અને નારીશક્તિ અને સ્ત્રી સશકિતકરણ માટે ઉત્તરોતર કાર્ય કરતાં રહી દેશને અને સમાજને ઉપયોગી થાય તેવી અનંત શુભકામનાઓ અને અભિનંદન શ્રી કિંજલ પંચાલને આપવામાં આવ્યા હતાં.

રિપોર્ટ: પિન્ટુ મિસ્ત્રી

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું