કચ્છ જિલ્લા માં આવેલ રાપર તાલુકા ના ગામ પ્રાગપર ના સુથાર રમેશભાઈ બાઉભાઈ અને તેમના ભાઈઓ દામજીભાઈસુથાર અને. તુલસીભાઈ સુથાર જે વર્ષો થી ક્લા કારીગરીનું કામ કરી રહ્યા છે
કહેવાય છે કે શ્રી વિશ્વકર્મા સમાજ માં ક્યારે પણ ક્લા કારીગરી ની ઉણપ હોતી નથી તેવીજ રીતે આ સમાજ ના ભાઈઓ સુથારી કામ ની સાથે સાથે તેમના વંશ પરંપરાગત મળેલ કારીગરી નું કામ કરે છે જે તેમના વારશા માં મળ્યું છે અને તેમના છોકરા પણ આજે આ કામ કરી રહ્યા છે.
લાકડા, પીતળ અને ચાંદી નો ઉપયોગ કરીને નાના બળદગાડા બનાવે છે. વારસા મળેલ કલાકારીગરી નું કામ તે શોખ અને લગન થી કરે છે અને સાથે સાથે બીજું નકશી કામ પણ કરે છે. આ આધુનિક જમાના માં જયારે એન્ટીક આઈટમ ની માગ વધે ત્યારે આ નાના ગાડા ની પણ માગ વધી છે.
આ કારીગરી નું તમામ કામ હાથે થી કરવાનું હોવાથી સમય પણ બહુ લાગે છે. જેથી મહિના માં 5 થી 6 ગાડા ત્યાર થાય છે આ તમામ બનાવેલા બળદગાડા બહાર વેચવા જવું નથી પડતું પણ હાથો હાથ વેચાઈ જાય છે અને આ વસ્તુ એટલી સારી હોય છે કે આપોઆપ આપણે ખરીદવાનું મન પણ થઇ જાય છે
માહિતી : નરશીભાઈ મેવાડા સુથાર / દામજીભાઈ સુથાર











