અમદાવાદ : સમાજ સેવા ક્ષેત્રે સક્રિય પીઠવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા તા. 10 મે 2026, રવિવારના રોજ ચોટીલા ખાતે ભવ્ય નવચંડી યજ્ઞ યોજાશે, જેમાં વિશ્વકર્મા લુહાર સુથાર સમાજના સભ્યોને સહ પરિવાર હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત તા. 9 મે 2026, શનિવારે રાત્રે 8 વાગ્યે સંતવાણી કાર્યક્રમ પણ યોજાશે, જેમાં ભક્તિભાવથી સંતવાણીનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
ટ્રસ્ટના સંચાલકો દ્વારા જણાવાયું હતું કે પીઠવા ચેરીટેબલ ટ્રસ્ટ માત્ર પીઠવા પરિવાર પૂરતું મર્યાદિત નથી, પરંતુ સમસ્ત વિશ્વકર્મા લુહાર સુથાર સમાજના જરૂરિયાતમંદ લોકો માટે કાર્યરત છે. ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન શૈક્ષણિક સહાય, મેડિકલ સહાય, વિધવા સહાય, રાખી સાડી વિતરણ, આર્થિક સહાય તેમજ સ્વરોજગારી માટે માર્ગદર્શન અને સહાય જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
ટ્રસ્ટ દ્વારા સમાજના હિતેચ્છુઓને આ સેવાકીય પ્રવૃત્તિઓમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે. “ફૂલ નહીં ને ફૂલની પાંખડી”રૂપે સહયોગ આપીને સમાજસેવામાં જોડાવા વિનંતી કરવામાં આવી છે.
ટ્રસ્ટનું કાર્યાલય અમદાવાદના ઓઢવ GIDC વિસ્તારમાં આવેલ છે અને ટ્રસ્ટ દ્વારા દાન માટે બેંક વિગતો પણ જાહેર કરવામાં આવી છે. સંચાલકોનો વિશ્વાસ છે કે સમાજના સહકારથી આવી સેવાકીય પ્રવૃત્તિઓ વધુ વ્યાપક બની શકશે.
અંતમાં ટ્રસ્ટ દ્વારા તમામ જ્ઞાતિજનોને ચોટીલામાં યોજાનાર આ ધાર્મિક પ્રસંગોમાં મોટી સંખ્યામાં હાજરી આપવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
રીપોર્ટ : અશોકભાઈ પીઠવા
