વિશ્વકર્મા ગ્રુપ ધાંગધ્રા દ્વારા
સેવા એ જ પરમો ધર્મ અને મૂંગા પક્ષીને બચાવવા માટેના ભગીરથ કાર્ય શંભુભાઈ મહાદેવ ભાઈ મિસ્ત્રી દ્વારા થઈ રહેલ છે તેમાં સમગ્ર વિશ્વકર્મા ગ્રુપ સહભાગી થઈને ઘણા સમયથી પક્ષીઓ માટે કળા અને કારીગરી દ્વારા વિશ્વકર્મા વંશજ એવા શંભુભાઈ લાકડા ના ચકલી ઘર તેલ ના ડબ્બા માંથી ચબુતરા તેમજ આ વખતે લોખંડના ચબુતરા બનાવેલ હતા આ કાર્યમાં શ્રી આઇ કે જાડેજા સાહેબ દ્વારા લોખંડના ચબુતરા ચકલી ઘર નું વિતરણ કરવામાં આવેલ હતું
આ ચબુતરા વિતરણ કાર્યક્રમ માં ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ૫૦ મુદા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ શ્રી આઈ કે જાડેજા સાહેબ તથા રોટરી ક્લબ ઓફ હળવદ પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ રાણા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો નગરપાલિકા સુધરાઇ સભ્ય હાજર રહેલ હતા
ધાંગધ્રા વિશ્વકર્મા ગ્રુપ પક્ષી બચાવો અભિયાન અંતર્ગત પક્ષીઓ માટે રહેઠાણ અને ચબુતરા વિનામૂલ્યે વિતરણ કરે છે આ ગ્રુપ અત્યાર સુધીમાં હજારો ચકલી ઘર જે લાકડાના મજબૂત ચકલી ઘર બનાવી ચૂકેલ છે અને વિનામૂલ્યે વિતરણ પણ કરી ચૂકેલ છે સાથે સાથે વિશિષ્ટતા એ છે કે તેલ ના ડબ્બા માંથી સુંદર ચબુતરા ની રચના કળા અને કારીગરી દ્વારા કરવામાં આવે છે તે ચબુતરા માં પક્ષીઓ આરામથી ખાઈ શકે અને પાણી પી શકે તેવી રીતે વિશ્વકર્મા ગ્રુપ દ્વારા બનાવવામાં આવે છે તેઓ નો ઉદ્દેશ છે કે લુપ્ત થતિ ચકલી ઓ ને બચાવવા માટે તેઓ લાકડાના મજબૂત ચકલી ઘર બનાવી અને ચકલીઓ ને બચવાનો છે લાકડા ના ઘર તેમને ઠંડી વરસાદ અને તડકાથી રક્ષણ આપે છે અને તેઓ ઈંડા મુકીને તેમાં બચ્ચાં મોટા થાય અને તેમની જાતીનો વિકાસ થાય છે
આજના આધુનિક યુગમાં મોટી મોટી ઇમારતો અને આધુનિકરણના હિસાબે પક્ષીઓ માટે માળા મુકવાની કોઈ વ્યવસ્થા રહી નથી કેટલી પક્ષી ઓની અમુક પ્રજાતિઓ લુપ્ત થવાના આરે છે તે આ પ્રજાતિઓને બચાવવા માટે વિશ્વકર્મા ગ્રુપ ધાંગધ્રા પક્ષીઓ માટે સુંદર ઘર અને ઉનાળામાં ખાસ કરીને પાણી ની બહુ જરૂર પક્ષીઓને પડે છે તેથી તેના માટે તેલ ના ડબ્બામાંથી સુંદર ચબૂતરો બનાવવા માં આવે છે જે ચબુતરા અંદર 2 થી 3 લીટર વધારે પણ પાણી સમાઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે અને પક્ષીઓ તેમાં પાણી પીને પોતાની પ્યાસ બુઝાવે છે વિશ્વકર્મા ગ્રુપના પ્રમુખ શંભુભાઈ મહાદેવ ભાઈ મિસ્ત્રી અને સમગ્ર ટીમ નો ઉદ્દેશ અને સમગ્ર જીવન પક્ષીઓના રહેઠાણ બનાવવા અને તેમના માટે ખાવાની અને પાણીની વ્યવસ્થા કરવી તે તેમના જીવનનો લક્ષ્ય છે અને તેઓ પક્ષીઓ જે લુપ્ત થતી પ્રજાતિઓ માટે ઘણા વર્ષોથી ધાંગધ્રા શહેર તથા આજુબાજુના ગામોમાં કામ કરે છે અને પક્ષીઓ માટે ઘર અને ચબુતરા ની વ્યવસ્થા વિનામૂલ્યે વિતરણ કરે છે
માહિતી : શંભુભાઈ મહાદેવભાઇ મીસ્ત્રી







