બેસ્ટ સિંગર એન્ડ કમ્પોઝર નો પ્રાઇડ ઓફ વિશ્વકર્મા એવોર્ડ મળેલ છે એવા શ્રી વિશ્વકર્મા સમાજ ના કલાકાર


                 જયંત ગજજર .. … ( જયંતભાઇ લવજીભાઇ અનુવાડીયા ) મુળ વતન : ગામ- જીલાણા ( તાલુકો- માણાવદર , જિ ૯ લો- જુનાગઢ ) નાનપણથી જ હારમોનિયમ અને તબલા માં પારંગત , હવેલી સંગીત , લોકસંગીત , ભજન સંતવાણી , ભકિત સંગીત , શ્રી નાથજી ની ઝાંખી તેમજ લગ્નપ્રસંગોએ લગ્નગીત , દાંડીયારાસ , રિસેપ્શન , સાંજીનાં ગીતો વિગેરે તમામ પ્રકારનાં કાર્યક્રમોમાં કાર્યરત ,

   
             છેલા ૩૦ વર્ષોથી રાજકોટમાં ગાયક તરીકે કર્મભૂમી બનાવી , ગજજર મ્યુઝીકલ ગૃપ નાં નામ થી આખી ટીમ બનાવી , હિન્દી ગીતોમાં વોઇસ ઓફ કિશોરકુમાર તરીકેની એક ઓળખ ઉભી કરી અને અસંખ્ય વન મેન શો કાર્યક્રમો આપેલ છે .


             અસંખ્ય આલબમોમાં તેમજ પાંચથી વધુ ગુજરાતી ફિલ્મોમાં પોતાનો કંઠ આપેલ છે , હિન્દી ફિલ્મોનાં પ્લેબેક સિંગર- સાધના સરગમ જી ની સાથે પણ ગીતો ગાયા છે , ગાયક ની સાથે સાથે ખુબ જ સારા કમ્પોઝર અને ગીતકાર પણ છે , ફિલ્મીગીતો , આલબમ સોંગ્સની સાથે સાથે ગુજરાતી ફિલ્મોનાં ગીતો પણ ઘણા કમ્પોઝ કરીને ગાયેલા છે , આપણા વિશ્વકર્મા વંશજોનું ગૌરવ ગીત- ( તું સ્વયં સર્જનહાર છે ) એ ગીત પણ પોતાએ કમ્પોઝ કરીને પોતાનાં જ કંઠે ગાયેલું છે , જે ગીત આપણા જ સમાજનાં યુવા લેખક , પ્રોફેસર દિનેશભાઇ ગજજર ( સુરેન્દ્રનગર ) ની કલમે લખાયેલુ છે .


              દિનેશભાઈ દ્વારા લખાયેલ આપણાં વિશ્વકર્મા વંશજોનાં બધા જ ગીતો તેમજ બીજા ગીતો મળીને અત્યાર સુધીનાં ૮ ગીતો કમ્પોઝ કરીને ગાયેલા છે . બે ગુજરાતી ફિલ્મોમાં નાનો એવો અભિનય પણ કરેલ છે . શ્રી વિશ્વકર્મા બાગ - મુંબઇ ખાતે પણ ઘણા કાર્યક્રમો આપેલ છે . તારીખઃ ૨૮ , જુલાઈ -૨૦૧૯ માં ટાગોર હોલ - અમદાવાદ ખાતે બેસ્ટ સિંગર એન્ડ કમ્પોઝર નો પ્રાઇડ ઓફ વિશ્વકર્મા એવોર્ડ મળેલ છે . વિદેશો માં પણ અને ખાસ કરીને આફીકાનાં દેશોમાં પણ કાર્યક્રમો આપેલા છે . 


            ગાયન , વાદન ની સાથે સાથે ખુબ જ સારા પેઇન્ટર પણ છે . હાલ માં લોકડાઉનને લીધે જુનો બીઝનેશ પેઈન્ટીંગ કામ ની શોપ ફરી શરૂ કરેલ છે , જેમાં તમામ પ્રકારનું પેઇન્ટીંગ , સાઇનબોર્ડ , લાઇટબોર્ડ , સ્ટીલ લેટર , એક્રેલીક લેટર , રેડીયમ વર્ક બધુ કામ કરે છે ... આકાશવાણી , દૂરદર્શન નાં માન્ય કલાકાર છે .


             જયંત ગજજર નામની યુ ટયુબ ચેનલ ઉપર ૨૦૦ થી પણ વધુ લાઇવ પ્રોગ્રામનાં વિડીયોઝ ધરાવે છે . એમની પુત્રી આરતી સિંગર છે અને પુત્ર ઓમ તબલા પ્લેયર છે . બન્ને સંતાનો કલાસીકલ સંગીતની તાલીમ લઇ રહયા છે . 


              હાલમાં કોરોના મહામારી માં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ , રાજકોટ ખાતે કોવિડ -૧૯ નાં દર્દીઓ માટે આઇસોલેશન સેન્ટર શરૂ કરેલુ એમાં આપણી જ્ઞાતિનાં તમામ દર્દીઓ માટે રહેવા , જમવાથી માંડી ને ડોકટર્સ અને નર્સીસનાં સ્ટાફ સુધીની તમામ સેવાઓ નિઃશુલક આપવામાં આવે છે , જેમાં દર્દી નારાયણોનાં મનોરંજન માટે દરરોજ સાંજે ૬-૦૦ થી ૮-૦૦ વાગ્યા સુધી બે કલાક સંગીત સંધ્યાનાં કાર્યક્રમો ( નિઃશુલક ) આખી ગાયકોની ટીમ દ્વારા આપે છે , જે બે મહીના થી ચાલુ છે . 


                 શ્રી વિશ્વકર્મા જયંતિથી લઇને આપણા સમાજનાં દરેક ઉત્સવોમાં સંગીતનું તમામ સંચાલન સંભાળે છે . આ બધુ જ ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાની કૃપાથી જ છે ... જય વિશ્વકર્મા ...








ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું