શ્રી ગુર્જર સુતાર સમાજ, મણિનગર દ્વારા શ્રી વિશ્વકર્મા દાદાની જયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન


અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલ શ્રી ગુર્જર સુતાર સમાજ દ્વારા સવંત ૨૦૮૨ ના મહા સુદ–૧૩ ના પવિત્ર દિવસે, શનિવાર તા. ૩૧-૦૧-૨૦૨૬ના રોજ શ્રી વિશ્વકર્મા દાદાની જયંતિ મહોત્સવ ભાવભીનાં અને ભવ્ય આયોજન સાથે ઉજવવામાં આવી રહ્યો છે. સમાજના આરાધ્ય દેવ એવા શ્રી વિશ્વકર્મા દાદાની જયંતિ નિમિત્તે ધાર્મિક આસ્થા, સામાજિક એકતા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ આ કાર્યક્રમમાં જોવા મળશે.

આ શુભ અવસરે વહેલી સવારે મંગળા આરતીનું આયોજન સવારે ૭.૦૦ કલાકે કરવામાં આવશે. ત્યારબાદ બપોરે ૧૧.૦૦ કલાકે રાજભોગ આરતી યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી દાદાના ચરણોમાં શ્રદ્ધા અર્પણ કરશે. સાંજના સમયે ૭.૦૦ કલાકે સંધ્યા આરતી યોજાઈ સમગ્ર વાતાવરણ ભક્તિમય બનશે. જયંતિ મહોત્સવના ભાગરૂપે દાદાની મહાપ્રસાદીનું આયોજન સવારે ૧૧:૩૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે, જેમાં સમાજના સભ્યો તથા ભક્તજનોએ પ્રસાદ ગ્રહણ કરવાનો લાભ લઈ શકશે.

આ સમગ્ર આયોજનમાં શ્રી ગુર્જર સુતાર સમાજ, મણિનગરની કમિટી સભ્યશ્રીઓનો મહત્વનો ફાળો રહ્યો છે. સંસ્થાના પ્રમુખશ્રી જિનેન્દ્રભાઈ એમ. સચાણીયા તેમના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સફળ બનાવવા સતત પ્રયત્નશીલ છે. ઉપપ્રમુખશ્રી રસિકભાઈ ડી. પ્રાગ્નેરીયા તથા ઉપપ્રમુખશ્રી પ્રવીણભાઈ એચ. ચાંપાનેરા દ્વારા વ્યવસ્થાપન કામગીરી સુચારુ રીતે સંભાળવામાં આવી છે. નાણામંત્રી શ્રી પંકજભાઈ એચ. કનોજીયા દ્વારા નાણાકીય આયોજન મજબૂત રીતે કરવામાં આવ્યું છે.

ઉત્સવ મંત્રી શ્રી જયેશભાઈ એમ. જાદવાણી તથા રાહ ઉત્સવ મંત્રી શ્રી પિયુષભાઈ એન. આહલપરા દ્વારા ધાર્મિક કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. મંત્રી શ્રી હિતેશભાઈ પી. વડગામાં, સહમંત્રી શ્રી મનોજભાઈ પી. કંબોયા તથા સહમંત્રી શ્રી શાંતિભાઈ ડી. અંબાસણા દ્વારા વિવિધ જવાબદારીઓ સંભાળવામાં આવી છે. પ્રચાર મંત્રી શ્રી હરિભાઈ જે. સુરેલીયા અને સહપ્રચાર મંત્રી શ્રી ભાવેશભાઈ નગેવાડીયા દ્વારા સમાજમાં અને આસપાસના વિસ્તારોમાં કાર્યક્રમનો વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો છે.

શ્રી ગુર્જર સુતાર સમાજ, મણિનગર દ્વારા તમામ સમાજબંધુઓને પરિવાર સાથે પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમ સમાજમાં એકતા, પરંપરા અને સંસ્કૃતિને વધુ મજબૂત બનાવશે. કાર્યક્રમ સ્થળ શ્રી ગુર્જર સુતાર સમાજ, ગાયત્રી મંદિરની બાજુમાં, ગોરના કુવા પાસે, મણિનગર (પૂર્વ), અમદાવાદ ખાતે આવેલ છે.

રીપોર્ટ : હિતેષભાઇ વડગામા, અમદાવાદ 




ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું