સુરત: શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર જ્ઞાતિ મંડળ, સુરત દ્વારા તા. ૩૧/૦૧/૨૦૨૬ના રોજ શ્રી વિશ્વકર્મા જયંતીના પાવન અવસરે સમાજ ભવન નિર્માણ માટે ભવ્ય સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમાજ ભવનના નિર્માણને સાકાર કરવા માટે જ્ઞાતિબંધુઓ તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો.
સમાજ ભવન નિર્માણના સંકલ્પ અંતર્ગત એક ફૂટ ભૂમિદાનના રૂ. ૫,૧૦૦/- મુજબ સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી, જેમાં સમાજના આગેવાનો તથા દાતાશ્રીઓએ ઉદાર હાથે યોગદાન આપ્યું છે.
આ સંકલ્પ અંતર્ગત શ્રી દશરથભાઈ જાદવાણીએ રૂ. ૧૧,૦૦,૦૦૦/- (૨૧૫.૬૮ ફુટ)નું નોંધપાત્ર યોગદાન આપી સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તે ઉપરાંત શ્રી દિલીપભાઈ મગનભાઈ સોંડાગરે રૂ. ૨,૬૦,૧૦૦/- (૫૧ ફુટ), શ્રી કલ્પેશભાઈ નાનુભાઈ સોંડાગરે રૂ. ૨,૬૦,૧૦૦/- (૫૧ ફુટ) તેમજ શ્રી વિજયભાઈ સનતભાઈ વડગામાએ રૂ. ૧,૫૩,૦૦૦/- (૩૦ ફુટ)નું મહત્વપૂર્ણ યોગદાન આપી સમાજ ભવન નિર્માણમાં સહયોગ આપ્યો છે.
શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર જ્ઞાતિ મંડળ, સુરત દ્વારા તમામ દાતાશ્રીઓ તથા તેમના પરિવારજનો પ્રત્યે હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. સાથે જ સમાજના તમામ જ્ઞાતિબંધુઓને અપીલ કરવામાં આવી છે કે સમાજ ભવન નિર્માણના આ પવિત્ર સંકલ્પને સાકાર કરવા માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે વધુમાં વધુ સહયોગ આપી સમાજના વિકાસમાં ભાગીદાર બને.

