વિદ્યાર્થીઓ માટે વાજબી ફી અને અભ્યાસક્રમ અંગે માર્ગદર્શન
સુરત:
ગુજરાત સહકાર વિભાગ દ્વારા રાજ્યમાં ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિ આધારિત વર્ગો માટે વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવતી ફીનું યોગ્ય માધ્યમ, ફી માળખું તથા અભ્યાસક્રમની સમયમર્યાદા અંગે માર્ગદર્શન આપવા સુરત ખાતે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સહકાર વિભાગના નિષ્ણાતો દ્વારા તકનિકી માપદંડો, શૈક્ષણિક આયોજન તેમજ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે વાજબી ફી માળખું કેવી રીતે મળી રહે તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમને સરકારશ્રી દ્વારા સંપૂર્ણ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
કલાકાર ક્ષેત્રમાં યોગદાન બદલ વિશેષ સન્માન
કાર્યક્રમ દરમિયાન સરકારશ્રી દ્વારા આર્ટ ક્ષેત્રમાં નોંધપાત્ર સર્જનાત્મક સેવા આપનાર આર્ટિસ્ટ પંચાલ અશોકકુમાર ટી. ને સુરત ખાતે આભારપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન પ્રોત્સાહક ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું, જેનાથી ખાસ કરીને શૈક્ષણિક અને કલાત્મક વર્ગોમાં કાર્યરત વ્યક્તિઓને વધુ ઉત્સાહ મળે તે રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ છે.
ઉલ્લેખનીય છે કે આર્ટિસ્ટ પંચાલ અશોકકુમાર ટી. ના આર્ટ ક્લાસીસ સુરત શહેરમાં સફળતાપૂર્વક સંચાલિત થઈ રહ્યા છે, જ્યાં અનેક વિદ્યાર્થીઓ ચિત્રકળાની વિવિધ શૈલીઓમાં તાલીમ મેળવી પોતાની પ્રતિભા વિકસાવી રહ્યા છે.
કાર્યક્રમના અંતે સહકાર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજ્ય સ્તરે સર્જનાત્મક તથા પ્રવૃત્તિ આધારિત વર્ગોને વધુ સરળ, વાજબી અને શિક્ષણમેળ પ્રણાલી સાથે સંકલિત કરવા દિશામાં સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
રિપોર્ટ : ધાર્મિક પંચાલ, વિરમગામ




