શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી માટે વેરાવળમાં ભાવભર્યું આયોજન


વેરાવળ:

શ્રી વિશ્વકર્મા જયંતિના પાવન અવસર નિમિતે તારીખ ૩૧ જાન્યુઆરી ૨૦૨૬, શનિવારના રોજ શ્રી વિશ્વકર્મા ગુર્જર સુથાર જ્ઞાતિ મંડળ, વેરાવળ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય અને ધાર્મિક ભાવના સાથે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સમાજના તમામ જ્ઞાતિભાઈઓ તથા બહેનોને ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ પ્રસંગે સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી વિશ્વકર્માની પૂજા-અર્ચના કરી સમાજની સુખ-સમૃદ્ધિ, એકતા અને કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવશે. કાર્યક્રમની શરૂઆત સવારે ૮:૩૦ વાગ્યે વિશ્વકર્મા પૂજાથી થશે, જેમાં સમગ્ર સમાજના સભ્યો ભક્તિભાવપૂર્વક ભાગ લેશે. ત્યારબાદ સવારે ૧૧ વાગ્યે દાદાની આરતી યોજાશે, જેમાં ભજન-કીર્તન સાથે ધાર્મિક માહોલ સર્જાશે.

કાર્યક્રમના અંતે બપોરે ૧૨:૩૦ વાગ્યે મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું છે, જેમાં ઉપસ્થિત તમામ ભાઈઓ-બહેનોને પ્રસાદ ગ્રહણ કરવા વિનંતી કરવામાં આવી છે.

આ સમગ્ર આયોજનના નિમંત્રક તરીકે પ્રમુખ શ્રી અશોકભાઈ વાલજીભાઈ નાંદોરીયા તેમજ વેરાવળ ગુર્જર સુથાર જ્ઞાતિ મંડળના તમામ માનનીય ટ્રસ્ટીશ્રીઓ દ્વારા સમાજના સૌ સભ્યોને વધુમાં વધુ સંખ્યામાં હાજરી આપવા અપીલ કરવામાં આવી છે. આ કાર્યક્રમ સમાજમાં એકતા, ભાઈચારો અને ધાર્મિક સંસ્કૃતિને વધુ મજબૂત બનાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

રિપોર્ટ : અજય પાટણવાળીયા, વેરાવળ 





ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું