શ્રી વિશ્વકર્મા યુવક મંડળ દ્વારા બાળકો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
રાજકોટ : શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ–રાજકોટ પ્રેરિત શ્રી વિશ્વકર્મા યુવક મંડળ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ તથા રમત-ગમત પ્રત્યે રુચિ વધે તે હેતુસર ૮ થી ૧૫ વર્ષના બાળકો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ ૧૧/૦૧/૨૦૨૬, રવિવારના રોજ સવારે ૯.૦૦ વાગ્યાથી બપોરે ૨.૦૦ વાગ્યા સુધી યોજાશે. ટુર્નામેન્ટનું સ્થળ રીવર સાઈડ ૩૬૦, જખરાપીર મંદિરની સામે, પાળ રોડ, રાજકોટ રાખવામાં આવ્યું છે.
ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઇચ્છતા બાળકોને તા. ૦૭/૦૧/૨૦૨૬ સુધીમાં પોતાનું નામ નોંધાવવાનું રહેશે. નામ નોંધણી માટે કમલેશભાઇ ઘોરેચા (૯૮૨૫૨ ૬૬૭૧૯), ધવલભાઈ બકરાણીયા (૮૧૨૮૨૧૧૧૦૦) તથા દીપકભાઈ પીલોજપરા (૭૫૬૭૭ ૭૭૧૯૭) નો સંપર્ક કરવા મંડળ દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ આયોજનને સફળ બનાવવા અશ્વિનભાઇ બકરાણીયા, દિલીપભાઈ ઉમરાળીયા, દર્શિતભાઈ સાકડેચા, વિજયભાઈ પિલોજપરા, ઉમંગભાઈ બકરાણીયા, જયદિપભાઈ બકરાણીયા, પૂર્વેશભાઈ ભારદીયા, કલ્પેશભાઇ કથ્રેચા, ભાવિકભાઈ પંચાસરા તથા બ્રિજેશભાઈ બદ્રકિયા સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.
આ પ્રસંગે શ્રી વિશ્વકર્મા યુવક મંડળના પ્રમુખશ્રી પ્રજેશભાઈ છનીયારા (મામા), અધ્યક્ષશ્રી મુકેશભાઈ આર. વડગામા, પ્રમુખશ્રી રસિકભાઈ ડી. બદ્રકિયા તથા માનદ્ મંત્રીશ્રી પ્રદિપભાઈ કે. કરગથરા સાથે ટ્રસ્ટીશ્રીઓ અને કારોબારી સભ્યશ્રીઓએ બાળકોને વધુમાં વધુ સંખ્યામાં ભાગ લેવા અનુરોધ કર્યો છે.

.jpg)



