શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ-રાજકોટ દ્વારા ભૂમિદાન સંદર્ભે દાતાશ્રી મિટીંગનું આયોજન
રાજકોટ:
શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ-રાજકોટ દ્વારા જ્ઞાતિની નવી જગ્યા મેળવવા માટેની પ્રથમ પ્રક્રિયા દાતાશ્રીઓ તથા જ્ઞાતિજનોના સહકારથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ કાર્યને આગળ વધારવાના હેતુસર ભૂમિદાન સંદર્ભે દાતાશ્રી મિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.
જે દાતાશ્રીઓનું ભૂમિદાન નોંધાવવાનું બાકી છે તેમજ જેમણે પહેલેથી ભૂમિદાન નોંધાવ્યું છે, તે તમામ દાતાશ્રીઓ માટે આ મિટીંગ આયોજિત કરવામાં આવી છે.
આ મિટીંગ બુધવાર, તા. ૦૭-૦૧-૨૦૨૬ ના રોજ સાંજે ૭.૦૦ કલાકે
શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ, ૭/૧૦, ભક્તિનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ-૩૬૦૦૦૨ ખાતે યોજાશે.
શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ-રાજકોટ તરફથી તમામ દાતાશ્રીઓને આ મિટીંગમાં હાજરી આપવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ મિટીંગના નિમંત્રક
શ્રી મુકેશભાઈ આર. વડગામા (અધ્યક્ષશ્રી),
શ્રી રસિકભાઈ ડી. બદ્રકીયા (પ્રમુખશ્રી),
શ્રી પ્રદિપભાઈ કે. કરગથરા (માનદ્ મંત્રીશ્રી)
તથા ટ્રસ્ટીશ્રીઓ અને કારોબારી સભ્યશ્રીઓ – શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ, રાજકોટ જોડાશે.





