વિશ્વકર્મા સમાજ માટે ચિત્ર ઉત્સવની ભવ્ય શરૂઆત


ગુજરાત રાજ્યની પ્રતિષ્ઠિત સંસ્થા શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ (ગુજરાત રાજ્ય) દ્વારા વિશ્વકર્મા વંશજોની કલાત્મક પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યસ્તરીય “શ્રી વિશ્વકર્મા ચિત્ર ઉત્સવ – ૨૦૨૫-૨૬” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ ચિત્ર સ્પર્ધા તા. ૫ જાન્યુઆરી ૨૦૨૬ થી તા. ૧ માર્ચ ૨૦૨૬ સુધી યોજાશે. ગુજરાત રાજ્યમાં વસતા તમામ વિશ્વકર્મા વંશજ ભાઈઓ, બહેનો, યુવાનો, વડીલો તથા બાળકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.


સ્પર્ધા પાંચ અલગ-અલગ ઉંમર કેટેગરીમાં યોજાશે (૧૨ થી ૬૫ વર્ષ સુધી) અને દરેક કેટેગરીમાંથી સર્જનાત્મકતા તથા કલાત્મકતા આધારે પ્રથમ પાંચ વિજેતાઓને શિલ્ડ તથા ડિજિટલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. ઉપરાંત તમામ સહભાગીઓને ડિજિટલ પ્રમાણપત્ર આપવામાં આવશે.

ચિત્ર સ્પર્ધાના વિષયો ભગવાન વિશ્વકર્મા, રામાયણ, મહાભારત અને પુરાણકથાઓ આધારિત છે, જેનાથી ધાર્મિક સંસ્કૃતિ અને પરંપરાનું સંવર્ધન થશે. ચિત્ર ફરજિયાત A3 સાઇઝમાં, મૌલિક અને કાર્ટૂન શૈલી સિવાયની કોઈપણ શૈલીમાં બનાવવાનું રહેશે.

સ્પર્ધાની સંયોજક તરીકે આરતીબેન પરમાર (મહુવા) સેવારત છે. શિલ્ડ સહયોગ “પિનૉક એસ્ટ્રોલોજી” પિનૉકાબેન રાજેશભાઈ મિસ્ત્રી (સિપોર–મુંબઈ) દ્વારા આપવામાં આવશે.

ચિત્ર મોકલવાનું સરનામું:

મયુરકુમાર અમૃતલાલ મિસ્ત્રી,

૩૯, માઝુમપાર્ક સોસાયટી,

શામળાજી રોડ, ડીપમાં,

મોડાસા – ૩૮૩૩૧૫, જી. અરવલ્લી.

સ્પર્ધા અંગે વધુ માહિતી માટે સંપર્ક: 9427850097, 8511096426, 8320173958

આ ચિત્ર ઉત્સવ દ્વારા સમાજમાં છુપાયેલી કલાત્મક પ્રતિભાને એક સુંદર મંચ મળશે અને નવી પેઢીમાં સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના વિકસશે એવો સહ આયોજકોનો વિશ્વાસ છે.

જય શ્રી વિશ્વકર્મા

રિપોર્ટ - આરતી પરમાર (મહુવા)

શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ



ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું