શ્રી અરવિંદભાઈ રતિભાઈ સોંડાગર – અધ્યક્ષશ્રી
---------------
સભામાં ઉપસ્થિત સભ્યોએ સંસ્થાની અત્યાર સુધીની કામગીરી, સમાજહિતલક્ષી પ્રવૃત્તિઓ અને સંગઠનાત્મક પ્રગતિ અંગે ચર્ચા કરી હતી તથા સંસ્થાના ભવિષ્યના આયોજન માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિયમ મુજબ ચર્ચા અને વિચારવિમર્શ બાદ આગામી પાંચ વર્ષ માટે ટ્રસ્ટી મંડળ તથા કારોબારી સમિતિની રચના કરવા અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પ્રગતિ મંડળની સને ૨૦૦૭ માં સ્થાપના થયા ત્યારથી આજ સુધી હંમેશા સહમતિ અને સિલેક્શન પદ્ધતિ દ્વારા જ ટ્રસ્ટી મંડળ તથા કારોબારી સમિતિની રચના કરવામાં આવતી આવી છે. સંસ્થાની પરંપરા મુજબ સહકાર, સૌહાર્દ અને એકતા સાથે સંસ્થાનું સંચાલન થતું રહ્યું છે.
આ સંદર્ભે સંસ્થાના ભૂતપૂર્વ હોદ્દેદારો દ્વારા સંસ્થાની એકતા અને પરંપરા જળવાઈ રહે તે હેતુથી ચર્ચા, વિચારવિમર્શ અને સહમતિ માટે પ્રયત્નો કરાયા હતા. સંસ્થાનું હિત હૃદયમાં ધરાવતા સભ્યોએ સામાન્ય સભામાં એક મહત્વપૂર્ણ ઠરાવ રજૂ કર્યો હતો કે હાલનું ટ્રસ્ટી મંડળ તથા કારોબારી સમિતિ સંસ્થાના હિતમાં સારું, પારદર્શક અને સમાજલક્ષી કાર્ય કરી રહી હોવાથી, તેમને ફરી આવતા પાંચ વર્ષ માટે સામાન્ય સભા દ્વારા યથાવત્ ચાલુ રાખવા જોઈએ.
આ સાથે સામાન્ય સભામાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું હતું કે જો કોઈ સભ્યને હાલના ટ્રસ્ટી મંડળ અથવા કારોબારી સમિતિ સામે કોઈ વાંધો કે આક્ષેપ હોય તો તેઓ ખુલ્લેઆમ રજૂ કરે. આ પ્રસ્તાવ પર ચર્ચા બાદ હાજર તમામ સભ્યોએ તેને સ્વીકારી લીધો હતો. ત્યારબાદ પુછપરછ કરવામાં આવી કે જો કોઈને હાલની ટ્રસ્ટી મંડળ તથા કારોબારી સમિતિ સામે વાંધો હોય તો જણાવે, અન્યથા બહુમતીના આધાર પર હાલની પેનલને યથાવત્ ચાલુ રાખવામાં આવે.
આ પ્રસંગે કોઈપણ સભ્ય દ્વારા કોઈ વાંધો રજૂ કરવામાં આવ્યો નહોતો. પરિણામે, બહુમતીથી ઠરાવ પસાર કરી હાલના ટ્રસ્ટી મંડળ તથા કારોબારી સમિતિને ફરીથી ચાલુ પાંચ વર્ષ માટે યથાવત રાખવાનો નિર્ણય લેવાયો હતો. આ સામાન્ય સભાના ઠરાવના આધારે નિયુક્ત ચૂંટણી અધિકારી શ્રી અમરશીભાઈ વી. ધારૈયા દ્વારા હાલની પેનલને ચૂંટાયેલ જાહેર કરવામાં આવી હતી.
સભા સૌહાર્દપૂર્ણ અને સુવ્યવસ્થિત વાતાવરણમાં સંપન્ન થઈ હતી.
સામાન્ય સભા સંપન્ન થયા બાદ ટ્રસ્ટી મંડળ તથા કારોબારી સમિતિના સભ્યો દ્વારા હોદ્દેદારોની નિમણૂક બાબતે એક વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક દરમિયાન પરસ્પર ચર્ચા અને સહમતિ બાદ સંસ્થાના નિયમો મુજબ ટ્રસ્ટી મંડળ તથા કારોબારી સમિતિના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી.ઉક્ત બેઠકમાં હાજર સભ્યોની બહુમતીથી નીચે મુજબ ટ્રસ્ટી મંડળ તથા કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી.
ટ્રસ્ટી મંડળ
૧. શ્રી અરવિંદભાઈ રતિભાઈ સોંડાગર – અધ્યક્ષશ્રી
૨. શ્રી મહેન્દ્રભાઈ બચુભાઈ ઝીંઝુવાડીયા – ઉપાધ્યક્ષશ્રી
૩. શ્રી અરવિંદભાઈ રામજીભાઈ ગંગાજળિયા – ટ્રસ્ટીશ્રી
૪. શ્રી મથુરભાઈ રણછોડભાઈ પાટણવાડીયા – ટ્રસ્ટીશ્રી
૫. શ્રી દલપતભાઈ દામજીભાઈ ધારૈયા – ટ્રસ્ટીશ્રી
૬. શ્રી રસિકભાઈ ધનજીભાઈ વાઘસણા – ટ્રસ્ટીશ્રી
૭. શ્રી જનકભાઈ દામજીભાઈ ઉજેનીયા – ટ્રસ્ટીશ્રી
૮. શ્રી મુકેશભાઈ દેવરાજભાઈ ઉછડિયા – ટ્રસ્ટીશ્રી.
આ નિમણૂકો ટ્રસ્ટી મંડળની બેઠકમાં બહુમતીના આધારે કરવામાં આવેલ છે.ઉક્ત બેઠકમાં હાજર સભ્યોની બહુમતીથી નીચે મુજબ કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી.
કારોબારી સમિતિ
૧. શ્રી રમેશભાઈ ભીખુભાઈ સોનીગરા – પ્રમુખશ્રી
૨. શ્રી પ્રફુલભાઈ ગોવિંદભાઈ કળસારા – ઉપપ્રમુખશ્રી
૩. શ્રી ગોપાલભાઈ નાનુભાઈ ખંભાયતા – ઉપપ્રમુખશ્રી
૪. શ્રી રમણીકભાઈ રણછોડભાઈ પાટણવાડીયા – માનદ્ મંત્રીશ્રી
૫. શ્રી નીતિનભાઈ મગનભાઈ બકરાણીયા – સહમંત્રીશ્રી
૬. શ્રી વિમલભાઈ કિરીટભાઈ સોંડાગર – ખજાનચીશ્રી
૭. શ્રી નલીનભાઈ અરવિંદભાઈ ગંગાજળિયા – સહખજાનચીશ્રી
૮. શ્રી વિનોદભાઈ નાગજીભાઈ ધારૈયા – કારોબારી સભ્ય
૯. શ્રી જીતેન્દ્રભાઈ બાબુભાઈ ધારૈયા – કારોબારી સભ્ય
૧૦. શ્રી શૈલેષભાઈ કાળુભાઈ માંડવીયા – કારોબારી સભ્ય
૧૧. શ્રી મુકેશભાઈ મનુભાઈ ઉછડિયા – કારોબારી સભ્ય
૧૨. શ્રી રમેશભાઈ મગનભાઈ પાટણવાડીયા – કારોબારી સભ્ય
૧૩. શ્રી દીપકભાઈ ભગવાનજીભાઈ ચંદવાણિયા – કારોબારી સભ્ય
૧૪. શ્રી સાવનભાઈ જગદીશભાઈ સોંડાગર – કારોબારી સભ્ય
૧૫. શ્રી તુષારભાઈ દિલીપભાઈ સોંડાગર – કારોબારી સભ્ય
૧૬. શ્રી હિતેષભાઈ રમેશભાઈ માંડવીયા – કારોબારી સભ્ય
૧૭. શ્રી રોહિતભાઈ દિલીપભાઈ સોંડાગર – કારોબારી સભ્ય
૧૮. શ્રી અલ્પેશભાઈ પ્રભુદાસભાઈ ખંભાયતા – કારોબારી સભ્ય
૧૯. શ્રી શૈલેષભાઈ છગનભાઈ ચાપાનેરા – કારોબારી સભ્ય
૨૦. શ્રી પરેશભાઈ નરોત્તમભાઈ સોનીગરા – કારોબારી સભ્ય
ઉપરોક્ત કારોબારી સમિતિની રચના બહુમતીના આધારે કરવામાં આવેલ છે.








