શાશ્વત બંધન : સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર સમાજનો ૪૮મો સમૂહલગ્નોત્સવ ભવ્ય રીતે યોજાશે


   અમદાવાદ : સમાજમાં એકતા, સમરસતા અને સંસ્કારને મજબૂત બનાવતા સમૂહલગ્નોત્સવો આજે માત્ર લગ્નવિધિ પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ સમાજ સુધારણા અને સહકારના પ્રતિક બની રહ્યા છે. આવી જ ભાવનાને ઉજાગર કરતો શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર યુવક સંઘ, સહયોગી સંસ્થાઓ તથા શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર સમૂહલગ્નોત્સવ સમિતિ દ્વારા આયોજિત ૪૮મો સમૂહલગ્નોત્સવ આગામી મહા સુદ-પાંચમ (વસંત પંચમી), તા. ૨૩-૦૧-૨૦૨૬, શુક્રવારના રોજ અમદાવાદ ખાતે ભવ્ય રીતે યોજાનાર છે.

     આ સમૂહલગ્નોત્સવમાં ૧૧ જોડીઓ પવિત્ર વૈવાહિક બંધનમાં બંધાશે, જે સમાજ માટે ગૌરવપૂર્ણ અને અનેરો અવસર ગણાય છે. “શાશ્વત બંધન”ના સૂત્ર સાથે યોજાનાર આ કાર્યક્રમ દ્વારા સમાજમાં સાદગીપૂર્ણ લગ્ન, ખર્ચમાં ઘટાડો અને પરસ્પર સહયોગની ભાવનાને પ્રોત્સાહન આપવામાં આવશે.

      સમૂહલગ્નોત્સવનું આયોજન અમદાવાદના દેવાશ્રય ફાર્મ, વાંચ ગામ રોડ, અદાણી સર્કલ પાસે, સરદાર પટેલ રીંગ રોડ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. 

     આ કાર્યક્રમ મહા સુદ-પાંચમના શુભ દિવસે યોજાશે. સવારે ૯-૦૦ કલાકે માંડવડા રોપણ, ત્યારબાદ ૯-૧૫ કલાકે ગણેશ સ્થાપના કરવામાં આવશે. બપોરે ૧-૩૦ કલાકે જાન આગમન થશે, જે બાદ સાંજે ૫-૦૦ કલાકે હસ્તમેળાપનો મુખ્ય વિધિ સંપન્ન થશે.

     સાંજે ૬-૦૦ કલાકેથી આતિથ્યભાવ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ મહેમાનોને પ્રેમ અને આત્મીયતાથી આવકારવામાં આવશે. શુભેચ્છા ભેટ (કરિયાવર અર્પણ) સાંજે ૭-૩૦ કલાકે આપવામાં આવશે અને અંતે ૯-૩૦ કલાકે કન્યાવિદાય સાથે કાર્યક્રમ પૂર્ણ થશે.

      શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર સમૂહ લગ્ન આયોજન સમિતિ તથા શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર યુવક સંઘ કાર્યરત છે. આયોજક સંસ્થાનું કાર્યાલય ભુલાભાઈ ક્રોસ રોડ, ગીતામંદિર રોડ, કાંકરીયા, અમદાવાદ ખાતે આવેલું છે. વધુ માહિતી માટે ઓફિસ નં. ૯૩૨૭૫૧૮૩૮૫ પર સંપર્ક કરી શકાય છે.

      આ સમગ્ર આયોજન શ્રી ધર્મેન્દ્રભાઈ એન. દેવળીયા (પ્રમુખશ્રી), શ્રી મુકેશભાઈ બિહારીલાલ સચાણીયા (માનદ્ મંત્રીશ્રી) તથા કારોબારી સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવી રહ્યું છે,



ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું