સોનીગરા પરિવાર અમદાવાદ દ્વારા દ્વિતીય સ્નેહ મિલન સમારંભ–૨૦૨૬નું આયોજન


 સોનીગરા પરિવાર અમદાવાદ દ્વારા દ્વિતીય સ્નેહ મિલન સમારંભ–૨૦૨૬નું આયોજન

અમદાવાદ :

સોનીગરા પરિવાર અમદાવાદ દ્વારા સમાજમાં પરસ્પર સ્નેહ, એકતા અને સહકાર વધારવાના ઉદ્દેશ્ય સાથે દ્વિતીય સ્નેહ મિલન સમારંભ–૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી કુળદેવી મોમાઈ માતાજી, માત્રીમા, સુરાપુરા દાદા તેમજ શ્રી વિશ્વકર્મા પ્રભુજીની અસીમ કૃપાથી અને સોનીગરા પરિવારના સહિયારા સહયોગથી આ ભવ્ય સમારંભ આગામી રવિવાર, તારીખ ૧૮-૦૧-૨૦૨૬ના રોજ યોજાવાનો છે.

આ કાર્યક્રમમાં અમદાવાદમાં વસતા સોનીગરા પરિવારના તમામ સભ્યોને સહકુટુંબ ઉપસ્થિત રહેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સમાજના લોકો પરસ્પર મળી શકે, વિચાર વિનિમય કરી શકે અને એકબીજા સાથે આત્મીય સંબંધો વધુ મજબૂત કરી શકે તે હેતુથી આ સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હોવાનું આયોજકો દ્વારા જણાવાયું છે.

કાર્યક્રમનું આયોજન શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર યુથ ફોરમની વાડી, શ્રીનાથ એ.એમ.ટી.એસ. બસ ડેપો સામે, શ્રી વિશ્વકર્મા માર્ગ, મંગલદિપ સ્કુલ રોડ, શ્રી નવાવાડજ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. કાર્યક્રમની શરૂઆત સવારે ૯-૩૦ કલાકે આમંત્રિત મહેમાનોના આગમન અને સ્વાગતથી થશે. ત્યારબાદ ૯-૪૫ કલાકે પ્રાસંગિક ઉદ્બોધન યોજાશે.


સવારે ૧૦-૦૦ કલાકે સમાજના દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવશે, જે સમાજ માટે ગૌરવની બાબત બનશે. ત્યારબાદ બપોરે ૧૨-૦૦ કલાકે મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું છે. બપોરે ૨-૦૦ કલાકે આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવશે.

આ સ્નેહ મિલન સમારંભના આયોજનમાં શ્રી તુલસીદાસ એમ. સોનીગરા, શ્રી હૈમેન્દ્રભાઈ પી. સોનીગરા, શ્રી દેવાંગભાઈ બી. સોનીગરા, શ્રી ભાવિનભાઈ એસ. સોનીગરા, શ્રી કિશોરભાઈ કે. સોનીગરા, શ્રી શૈલેષભાઈ બી. સોનીગરા તથા શ્રી રોનકભાઈ બી. સોનીગરા દ્વારા નિમંત્રક તરીકે મહત્વની ભૂમિકા ભજવવામાં આવી છે.

આયોજકો દ્વારા સોનીગરા પરિવારના તમામ સભ્યોને સમયસર પધારવા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે નમ્ર વિનંતી કરવામાં આવી છે.



ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું