શ્રી લુહાર સુથાર સાંસ્કૃતિક મંડળની યુવા કમિટી દ્વારા બોક્ષ ક્રિકેટ નુ આયોજન કરવામા આવ્યું
bySV NEWS-
0
શ્રી લુહાર સુથાર સાંસ્કૃતિક મંડળ વલ્લભ વિદ્યાનગરની યુવા કમિટી દ્વારા તા ૧૩ ડિસે.૨૦૨૫ ના રોજ યોગી સ્પોર્ટ્સ ,ન્યુ વિદ્યાનગર સ્થિત બોક્ષ ક્રિકેટનુ રાત્રિના ૯ થી ૧૧ કલાક દરમ્યાન આયોજન કરવામાં આવ્યું.આ બોક્ષ ક્રિકેટમાં મંડળની *યુવા કમિટી* v/s *વિદ્યાર્થીભવનના વિદ્યાર્થીમિત્રો* વચ્ચે ક્રિકેટ મેચ યોજાઈ. આ બોક્ષ ક્રિકેટમાં યુવા કમિટીનાં કેપ્ટન ધવલ મકવાણા અને વિધાર્થીભવનનાં વિધાર્થીઓના કેપ્ટન કૃણાલ હરસોરાના નેતૃત્વ હેઠળ ક્રિકેટ મેચ રમાડવામાં આવી. આ મેચમાં ૧૦ ઓવરના ત્રણ રાઉન્ડ માં થી ૨ રાઉન્ડમાં વિદ્યાર્થીમિત્રો ની જીત થઈ અને ૧ રાઉન્ડમાં યુવા કમિટીની જીત થતા *વિદ્યાર્થીમિત્રોની ટીમને વિજેતા ટીમ* જાહેર કરવામાં આવી.મંડળના ટ્રસ્ટીશ્રી અશોકભાઈ પીઠવાએ હાજર રહી બંને ટીમને પ્રોત્સાહિત કરી હતી. આ બોક્ષ ક્રિકેટનો મુખ્ય હેતુ પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થીમિત્રોને રીલેક્ષ ભર્યા વાતાવરણનો એહસાસ થાય સાથે સાથે યુવા કમિટી સભ્યો સાથે ભાઈચારાની ભાવના કેળવાય.ક્રિકેટ મેચ બાદ સૌ એ સાથે મળી વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા અને ફરીવાર આયોજન થાય તેવી માંગણી સહ ગરમાગરમ ભજીયા અને ચા -કોફીની લિજ્જત માણી હર્ષભેર છૂટા પડ્યા
માહિતી : અશોક આર.પીઠવા વિશ્વકર્મા , વલ્લભ વિદ્યાનગર ,