વલ્લભ વિદ્યાનગર:
શ્રી લુહાર સુથાર સાંસ્કૃતિક મંડળ, વલ્લભ વિદ્યાનગર દ્વારા માગશર વદ અમાસ, તા. ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ (શુક્રવાર) ના રોજ સવારે ૧૦ કલાકે વિદ્યાર્થીભવન ખાતે શ્રી વિશ્વકર્મા દાદાનો ધજા રોહણ કાર્યક્રમ ભક્તિ અને ઉત્સાહભેર યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત શ્રી વિશ્વકર્મા દાદા, સરસ્વતી દેવી તથા અંબે માતાજીના વિધિવત પૂજનથી કરવામાં આવી. ત્યારબાદ ઉપસ્થિત તમામ ભક્તોને કંકુ-તિલક કરી શ્રી વિશ્વકર્મા દાદાની આરતી કરવામાં આવી.
આ પ્રસંગે ધજા તેમજ ધજા દંડનું પૂજન કરી વિધિવત ધજા આરોહણ કરવામાં આવ્યું. સમગ્ર વાતાવરણ ભક્તિભાવ અને આધ્યાત્મિક ઉલ્લાસથી છલકાયું હતું. કાર્યક્રમ બાદ સૌને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું અને ગરમાગરમ ભજીયા તેમજ ચા-કોફીની વ્યવસ્થા રાખવામાં આવી હતી, જેમાં ભક્તોએ આનંદપૂર્વક લાભ લીધો. અંતે સૌ હાજર રહેલ ભક્તજન હર્ષભેર પરત ફર્યા.
આજના ધજા તથા નાસ્તાના દાતાશ્રી સ્વ. નંદલાલભાઈ છગનભાઈ પરમાર હતા, જેમના સુપુત્ર શ્રી કૌશિકભાઈ નંદલાલભાઈ પરમાર (વલ્લભ વિદ્યાનગર) ના હસ્તે સેવા કાર્ય સંપન્ન થયું હતું.
માહિતી: અશોક આર. પીઠવા વિશ્વકર્મા, વલ્લભ વિદ્યાનગર





