બાંદરા (ગોંડલ) ખાતે ચતુર્થ ત્રિવેણિ મહોત્સવ – ૨૦૨૫નું ભવ્ય આયોજન


બાંદરા (તા. ગોંડલ) મુકામે બિરાજમાન ખંભાયતા પરિવારના જાગૃત ઈષ્ટદેવ શ્રી સુરાપુરા દાદા તથા શ્રી વાઘજી બાપાના પાવન સાનિધ્યમાં ચતુર્થ ત્રિવેણિ મહોત્સવ – ૨૦૨૫નું ભવ્ય અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ સંવત ૨૦૮૨ના પોષ સુદ-૧ના દિવસે, તારીખ ૨૧ ડિસેમ્બર ૨૦૨૫ (રવિવાર) ના રોજગુર્જર સુતાર સમાજ ના ખંભાયતા પરિવાર – બાંદરા દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે.

આ પાવન અવસરે શ્રી સુરાપુરા દાદાના યજ્ઞ, સ્નેહ મિલન તથા બટુક ભોજન જેવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. કાર્યક્રમની શરૂઆત સવારે ૭.૩૦ વાગ્યે યજ્ઞ/હવનથી થશે. બપોરે ૧૨.૦૦ વાગ્યે બીડુ હોમવાનો વિધિ યોજાશે. સવારે ૧૦.૦૦ થી ૧૧.૦૦ વાગ્યા દરમ્યાન બટુક ભોજન તથા બાળકોને ગિફ્ટ વિતરણ કરવામાં આવશે. ત્યારબાદ બપોરે ૧૨.૩૦ વાગ્યે ભોજન પ્રસાદનું આયોજન લેઉવા પટેલ સમાજની વાડી, બાંદરા ખાતે રાખવામાં આવ્યું છે.

આ સમગ્ર કાર્યક્રમનું શુભ સ્થળ શ્રી સુરાપુરા દાદા સંકુલ, શ્રી બાંદરા પીરના મંદિર પાસે, મુ. બાંદરા, તા. ગોંડલ છે. ધાર્મિક ભાવના સાથે સમાજમાં એકતા, સ્નેહ અને સંસ્કારના સંદેશને મજબૂત બનાવતો આ મહોત્સવ વિશેષ મહત્વ ધરાવે છે.

ઉપરોક્ત તમામ કાર્યક્રમોમાં સહ પરિવાર સાથે ઉપસ્થિત રહેવા તેમજ ખંભાયતા પરિવારની બહેનો અને દીકરીઓને પણ પધારવા માટે ખંભાયતા પરિવાર (બાંદરા) તરફથી સર્વ સમાજને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.




ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું