પારૂલ યુનિવર્સિટી દ્વારા યુવા આચાર્ય ધાર્મિક પંચાલનું ગૌરવપૂર્ણ સન્માન


તાજેતરમાં અમદાવાદ ખાતે પારૂલ યુનિવર્સિટી દ્વારા આયોજિત Principals & Teachers Meet 2025-26 અંતર્ગત Monitoring & Career Counseling Techniques વિષયક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શૈક્ષણિક કાર્યક્રમમાં રાજ્યભરના અનેક શિક્ષણવિદો, આચાર્યો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મૂળ સાબરકાંઠા જિલ્લાના ચિઠોડા ગામના વતની અને હાલ વિરમગામ સ્થિત આનંદ માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે સેવારત ધાર્મિક વિષ્ણુભાઈ પંચાલને પારૂલ યુનિવર્સિટી દ્વારા વિશેષ સન્માન આપવામાં આવ્યું.


માત્ર ૨૬ વર્ષની નાની વયે શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ ધાર્મિક પંચાલને Best Principal Award તેમજ Career Educationist Award થી નવાજવામાં આવ્યા. તેઓએ MSc (કેમિસ્ટ્રી) અને BEd જેવી ઉચ્ચ શિક્ષણલાયકાત સાથે શૈક્ષણિક ક્ષેત્રમાં નવી દિશા આપવાનો સતત પ્રયાસ કર્યો છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, માર્ગદર્શન અને કારકિર્દી કાઉન્સેલિંગ ક્ષેત્રે તેઓનું કાર્ય ખાસ નોંધપાત્ર માનવામાં આવે છે.

આ વર્કશોપ દરમિયાન તેમના શિક્ષણ પ્રત્યેના નવીન અભિગમ, વિદ્યાર્થીઓ સાથેના સંવાદ અને માર્ગદર્શન પદ્ધતિઓને વિશેષ પ્રશંસા મળી હતી. સાથે સાથે તેઓ એક સારા લેખક પણ છે અને શૈક્ષણિક તથા સામાજિક વિષયો પર સતત લેખન કાર્ય કરી રહ્યા છે.


યુવા વયે આચાર્ય પદ પર રહી શિક્ષણ ક્ષેત્રે મળેલી આ મોટી સિદ્ધિથી તેમના પરિવાર, શાળા તેમજ સમગ્ર સમાજમાં આનંદની લાગણી વ્યાપી છે. તેમની આ સફળતા બદલ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, શુભેચ્છકો અને સમાજના અગ્રણીઓએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.



ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું