શ્રી વિશ્વકર્મા દાદા તથા શ્રી ચામુંડા માતાજીની અસીમ કૃપાથી શ્રી ગુર્જર સુતાર સમસ્ત સંચાણીયા પરિવાર, રાજકોટ દ્વારા વિક્રમ સંવત ૨૦૮૨, પોષ સુદ ૪ના રોજ એટલે કે બુધવાર તા. ૨૪-૧૨-૨૦૨૫ના રોજ એકતા, સ્નેહ અને સંગઠનના ભાવ સાથે ભવ્ય સ્નેહમિલન સમારોહનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ મંગલ પ્રસંગે સંચાણીયા પરિવારના સભ્યો સહકુટુંબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.
કાર્યક્રમનું આયોજન રાજકોટ ખાતે આવેલ શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ, ભક્તિનગર સ્ટેશન પ્લોટ, ગોંડલ રોડ ખાતે સાંજે ૬:૦૦ વાગ્યાથી કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં ઉપસ્થિત સૌ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું અને સમગ્ર વાતાવરણ આનંદ, ઉત્સાહ તથા પારિવારિક આત્મિયતાથી છલકાયું હતું.
સ્નેહમિલનના મુખ્ય ઉદ્દેશ્ય મુજબ સમાજમાં પરસ્પર ઓળખ, સહકાર, એકતા અને સંગઠન મજબૂત બને તે દિશામાં સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો. વડીલો, યુવાનો તથા બાળકો સૌએ સાથે મળી આ ઉત્સવમાં ભાગ લીધો હતો, જેના કારણે કાર્યક્રમમાં જીવંતતા અને ઉલ્લાસ જોવા મળ્યો.
કાર્યક્રમની રૂપરેખા મુજબ સૌ માટે સ્વરુચિ ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં સૌએ પ્રેમપૂર્વક ભોજનનો આનંદ લીધો. ત્યારબાદ રાસ-ગરબાની રમઝટમાં યુવાનોથી લઈને વડીલોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પરંપરાગત સંસ્કૃતિને જીવંત રાખી હતી. સંગીત, તાલ અને તાળીઓની ગૂંજ સાથે સમગ્ર સ્થળ ઉત્સવમય બની ગયું હતું.
સમસ્ત સંચાણીયા પરિવાર સ્નેહમિલન ટીમ દ્વારા આયોજનની તમામ વ્યવસ્થાઓ સુચારુ રીતે સંભાળવામાં આવી હતી. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ પરિવારજનો, સહયોગીઓ અને સેવાભાવી કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ સ્નેહમિલન સમારોહે સંચાણીયા પરિવારની એકતા, દૃઢ સંકલ્પ અને સંગઠનની ભાવનાને વધુ મજબૂત બનાવી, તેમજ ભવિષ્યમાં સમાજને આગવું સ્થાન અપાવાની પ્રેરણા આપી હતી. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક અને આનંદભેર સંપન્ન થયો તે સૌ માટે ગૌરવની બાબત બની રહી.
(માહિતી, ફોટોગ્રાફ : રોહિત સુરેલિયા, ગજાનંદ સ્ટુડિયો, રાજકોટ)








