સ્ટેટ લેવલ કરાટેમાં ચિ. પ્રાંશિ પીઠવાનો સિલ્વર મેડલ વિજય

સ્ટેટ લેવલ કરાટે ટુર્નામેન્ટમાં ચિ. પ્રાંશિ સુનિલભાઈ પીઠવાનો શાનદાર વિજય, સિલ્વર મેડલ સાથે લુહાર સમાજનું ગૌરવ વધાર્યું

અમદાવાદ ખાતે તાજેતરમાં તા. ૨૫ ડિસેમ્બર ૨૦૨૫, ગુરુવારના રોજ Shito-RYU Karate Do India (SKDI) દ્વારા આયોજિત 9th SKDI State Level Karate Tournamentનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્ટેટ લેવલ ટુર્નામેન્ટમાં રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લઈ પોતાની રમતકૌશલ્ય રજૂ કરી હતી.


આ સ્પર્ધામાં અમદાવાદની ધોરણ ૫ અંગ્રેજી માધ્યમની એવન સ્કૂલમાં અભ્યાસ કરતી, માત્ર ૧૧ વર્ષની ઉંમર ધરાવતી ચિ. પ્રાંશિ સુનિલભાઈ પીઠવાએ પોતાની શ્રેષ્ઠ રમત પ્રદર્શન કરીને સિલ્વર મેડલ મેળવી એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તેમના આ શાનદાર પ્રદર્શનથી માત્ર પીઠવા પરિવાર જ નહીં પરંતુ સમગ્ર લુહાર સમાજનું નામ રાજ્યસ્તરે ગૌરવપૂર્વક રોશન થયું છે.

ટુર્નામેન્ટ દરમિયાન ચિ. પ્રાંશિએ પોતાની ઝડપ, શિસ્ત, ટેક્નિક અને આત્મવિશ્વાસથી ભરપૂર રમત દ્વારા દર્શકો તેમજ જજીઝનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. નાની ઉંમરે આ પ્રકારની રાજ્યસ્તરની સ્પર્ધામાં મેડલ જીતવું તેમની કઠોર મહેનત, નિયમિત તાલીમ અને માતા-પિતાના માર્ગદર્શનનું ઉત્તમ ઉદાહરણ છે.


ઉલ્લેખનીય છે કે ચિ. પ્રાંશિ પીઠવાએ અગાઉ પણ કરાટે ક્ષેત્રે અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈ વિવિધ મેડલો મેળવી પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે. તેમની સતત સફળતા ભાવિ સમયમાં તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સમાજ અને રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે તેવી આશા જગાવે છે.

ચિ. પ્રાંશિની આ નોંધપાત્ર સિદ્ધિ બદલ સમસ્ત લુહાર સમાજ, પરિવારજનો, શિક્ષકો, મિત્રવર્તુળ અને કરાટે ગુરુઓ દ્વારા દિલથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે તેમજ તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપવામાં આવી છે.

માહિતી સૌજન્ય:

અશોક આર. પીઠવા વિશ્વકર્મા

વલ્લભ વિદ્યાનગર


ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું