રાજકોટથી ખોડલધામ સુધી સ્વદેશી સંદેશ સાથે સરદાર પટેલ 150મી જન્મજયંતિ નિમિત્તે પદયાત્રા


રાજકોટ : સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણીના ભાગરૂપે રાજકોટથી ખોડલધામ (કાગવડ) સુધી યોજાયેલી પદયાત્રાએ સમગ્ર પંથકમાં દેશપ્રેમ અને સ્વદેશી ભાવનાનો સંદેશ પ્રસારિત કર્યો છે. ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના નેતૃત્વમાં યોજાયેલી આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ ‘સ્વદેશી અપનાવો’નો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો છે.



આજે રાજકોટથી પ્રસ્થાન થયેલી પદયાત્રામાં સ્વામિનારાયણ ગુરુકુળના ભૂલકાઓ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને ઉત્સાહભેર જોડાયા હતા. નાનાં બાળકો દ્વારા પ્રદર્શિત દેશપ્રેમ અને શિસ્તબદ્ધ ભાગીદારીને કારણે યાત્રાનું દ્રશ્ય ખૂબ જ ભાવુક અને પ્રેરણાદાયી બન્યું હતું. યાત્રા દરમિયાન વિવિધ ગામોમાં સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.

રાજકોટથી શરૂ થયેલી આ પદયાત્રા આગામી તારીખ 28મી ડિસેમ્બરે કાગવડ સ્થિત ખોડલધામ મંદિરે પહોંચશે. રાષ્ટ્ર નિર્માણ, સ્વાવલંબન અને ભારતીય સંસ્કૃતિના સંરક્ષણના વિચાર સાથે જોડાયેલી આ યાત્રા લોકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે.


આ તકે ગોંડલ રોડ પર આવેલ કીર્તિ વુડન શોપ પાસે રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા પદયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગતમાં જ્ઞાતિના અનેક અગ્રણીઓ અને સભ્યો હાજર રહ્યા હતા,

(ફોટોગ્રાફ : નીતિનભાઇ બદ્રકીયા)

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું