ચંદ્રેશ પીલોજપરાને પત્રકારત્વ ક્ષેત્રે રાજ્યપાલ હસ્તક "ગોલ્ડ મેડલ" પ્રાપ્ત થયો.


ગુર્જર સુતાર જ્ઞાતિ ના પીલોજપરા ચંદ્રેશ પ્રાગજીભાઈ વર્ષ 2025માં પત્રકારત્વ ક્ષેત્રે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હસ્તક "ગોલ્ડ મેડલ" પ્રાપ્ત કરીને પીલોજપરા પરિવાર તથા ગુર્જર સુથાર સમાજનું ગૌરવ વધાર્યું છે.


સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના 60 માં દીક્ષાંત સમારોહમાં શિક્ષણમંત્રીશ્રી ડૉ. પ્રદિપસિંહ વાજા, કુલપતિ પ્રોફેસર ડૉ. ઉત્પલ જોશી તેમજ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીશ્રી પણ ઉપસ્થિત હતા.

ચંદ્રેશ પીલોજપરા જેઓ આઈ.ટી. ક્ષેત્ર સાથે જોડાયેલા છે. તેઓ ટેક્નોલોજી બાબતમાં ઉમદા હેતુથી વિઝનરી વર્ક કરીને વિધાર્થીઓને વિશેષ શિક્ષણ અને રોજગારી પ્રાપ્ત થાય તે માટે છેલ્લા 12 વર્ષ થી તેઓ એકટીવ છે.


ક્રિએટિવ મલ્ટી ડેસ્ટીનેશન ફર્મ હેઠળ એજ્યુકેશન ક્ષેત્રે નવા નવા પ્રયોગો દ્વારા સ્કિલ બેઇઝ શિક્ષણ આપી રહ્યાં છે. ક્રિએટિવ આજે રાજકોટ જિલ્લામાં આઈ ટી અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં રોજગારીની તક નિર્માણ કરવામાં ખુબ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે.

આવા ઉમદા અને પ્રાયોગિક વર્ક કરતા કરતા વિશેષ કંઈક નવું નવું શીખવા અને સમાજને વધુ શ્રેષ્ઠ આપવાના ભાગ રૂપે ચંદ્રેશ પીલોજપરાએ જર્નાલિઝમ કર્યું. 


સતત નવું નવું શીખવાના અભિગમ અને આજીવન વિદ્યાર્થી રહેવાના પ્રયાસરૂપે શરૂ થયેલ આ સફર આજે એ મુકામ પર પહોંચી કે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં સૌ પ્રથમ આવ્યા અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હસ્તક એમનું ગોલ્ડ મેડલ દ્વારા સન્માન કરવામાં આવ્યું.

પત્રકારત્વ ક્ષેત્રે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ચંદ્રેશ પીલોજપરાએ પરિવાર તથા સમસ્ત ગુર્જર સુથાર સમાજનું ગૌરવ વધાર્યું છે.

શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ ના પ્રમુખશ્રી રસિકભાઈ બદ્રકિયા, અધ્યક્ષશ્રી મુકેશભાઈ વડગામા, ઉપપ્રમુખશ્રી હર્ષદભાઈ બકરાણીયા અને સમગ્ર ટીમ દ્વારા પણ તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

અહેવાલ માહિતી : નિતિન બદ્રકિયા, રાજકોટ 


ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું