શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ ચૂંટણી, આજે બે ટીમો દ્વારા કાર્યાલયોનો થશે શુભારંભ..!!


રાજકોટ, 27 જુલાઈ, 2025: રાજકોટ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા ચૂંટણીની જાહેરાત થયા બાદ સામાજિક ગરમાવો તેજ બન્યો છે. અત્યાર સુધીમાં કુલ બે ટીમોએ સત્તાવાર રીતે પોતાની ઉમેદવારી નોંધાવી છે, જેમાં શ્રી રસિકભાઈ બદ્રકિયાની ટીમ અને શ્રી યોગીનભાઈ છનિયારા તથા અરવિંદભાઈ સોંડાગરની સંયુક્ત ટીમનો સમાવેશ થાય છે. આ બંને ટીમો દ્વારા આજે, 27મી જુલાઈ, 2025ના રોજ પોતાના પ્રચાર-પ્રસાર માટે ચૂંટણી કાર્યાલયોનો શુભારંભ કરવામાં આવશે.

ચૂંટણી જાહેર થતાં જ જ્ઞાતિજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શ્રી રસિકભાઈ બદ્રકિયાની ટીમે જ્ઞાતિના વિકાસ અને સંગઠનને મજબૂત કરવાના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જ્યારે શ્રી યોગીનભાઈ છનિયારા અને અરવિંદભાઈ સોંડાગરની ટીમે જ્ઞાતિના સર્વાંગી વિકાસ અને યુવાનોને જોડીને નવી દિશા આપવાના સંકલ્પ સાથે મેદાનમાં ઉતરી છે.

આજથી બંને ટીમો દ્વારા કાર્યાલયો શરૂ થતાં જ સભ્યોને આકર્ષવા અને પોતાના પક્ષમાં લેવા માટે પ્રચાર અભિયાન વધુ તેજ બનશે. આગામી દિવસોમાં ચૂંટણીનો માહોલ વધુ રસાકસીભર્યો બનશે તેવી શક્યતા છે. જ્ઞાતિજનો પણ કયા ઉમેદવારને સમર્થન આપવું તે અંગે મનોમંથન કરી રહ્યા છે. આગામી સમયમાં આ ચૂંટણીના વધુ રસપ્રદ ઘટનાક્રમો જોવા મળશે તેવી અપેક્ષા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું