
રાજકોટ, 26 જુલાઈ, 2025 – રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિની આગામી 3 ઓગસ્ટના રોજ યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. યોગીનભાઈ છનિયારા અને અરવિંદભાઈ ગજ્જરની પેનલે આજે વિશાળ સંખ્યામાં ટેકેદારો સાથે વિશ્વકર્મા પ્રભુજી મંદિરે પહોંચી પોતાની ઉમેદવારી નોંધાવી.
ચૂંટણી સમિતિના પ્રફુલભાઈ બકરાણિયા દ્વારા ઉમેદવારી ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. યોગીનભાઈ છનિયારાએ વિશ્વકર્મા પ્રભુજીના સાનિધ્યમાં પોતાની પેનલના ફોર્મ પ્રફુલભાઈને રજૂ કર્યા. યોગીનભાઈ છનિયારા અને તેમની ટીમે પરંપરાગત રીતે વિશ્વકર્મા પ્રભુજીના આશીર્વાદ લઈને પોતાના ઉમેદવારી પત્રો સુપરત કર્યા હતા.
આ માહિતી રાજકોટથી અમારા સહયોગી હિરેનભાઈ કલોલીયા દ્વારા પૂરી પાડવામાં આવી હતી.

