તલોદ નગરપાલિકા ચૂંટણી 2025, વોર્ડ નંબર-4 માં, અનસૂયા બેન વી સુથારનો ભવ્ય વિજય.
તલોદ: 16 ફેબ્રુઆરી, 2025 ને રવિવાર ના રોજ, તલોદ નગરપાલિકા ચૂંટણી યોજાઈ, જેમાં વિવિધ વોર્ડમાં રસપ્રદ મુકાબલા જોવા મળ્યા. ખાસ કરીને વોર્ડ નંબર-4 માં, ભાજપના ઉમેદવાર તરીકે પછાત વર્ગ સ્ત્રી માટે અનામત સીટ પર ચૂંટણી લડનાર, અનસૂયા બેન વી સુથારનો ભવ્ય વિજય થયો છે.
ભાજપ દ્વારા અનસૂયા બેન સુથારને ટિકિટ અપાયા બાદ, તેમની જનસંપર્ક અભિયાનમાં લોકોનો ભરપૂર સહયોગ મળ્યો હતો. મતદાન બાદ જાહેર થયેલા પરિણામોમાં, તેમણે જંગી બહુમતી સાથે વિજય મેળવ્યો છે, જે તલોદમાં ભાજપ માટે એક વધુ સફળતા મળી છે.
વિજય પછી અનસૂયા બેન સુથાર અને તેમના સમર્થકોએ ઉજવણી કરી, અને તલોદના વિકાસ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા દાખવતા જણાવ્યું કે, "હું જનતાના વિશ્વાસને કદી તોડીશ નહીં. તલોદના વિકાસ અને પ્રગતિ માટે મારો દરેક પ્રયાસ રહેશે."
આ જીત સાથે, તલોદ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે વધુ એક બેઠક મેળવી છે.



