શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ જામ ખંભાળીયા ની નવી કાર્યવાહક સમિતિની રચના કરવામાં આવી..!!


શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ જામખંભાળિયાના વર્તમાન કાર્યવાહક સમિતિની મુદત પૂર્ણ થતા નવી સમિતિની રચના કરવા માટે જ્ઞાતિના સંકુલનમાં તારીખ 5-1-2025 ને રવિવારે જ્ઞાતિના જનરલ બોર્ડની મીટીંગ મળેલ હતી. આ મિટિંગમાં ઉપસ્થિત રહેવા જ્ઞાતિજનોના દરેકના ઘરે જઈ પરિપત્ર વંચાવી રૂબરૂ આમંત્રણ આપ્યું હતું. તેને સુંદર પ્રતિસાદ મળ્યો હતો. અને બહોળી સંખ્યામાં મિટિંગમાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. મિટિંગની શરૂઆતમાં મંત્રી શ્રી જયંતીભાઈ સુરેલીયા સૌને આવકાર્યા હતા. ત્યારબાદ પ્રાસંગિક પ્રવચન કરતા સુનિલભાઈ ગોરેચાએ વર્તમાન કાર્યવાહક કમિટીના સભ્યોને ઉત્તમ કાર્ય કરવા બદલ બિરદાવ્યા હતા. ત્યારબાદ પ્રમુખશ્રી હરૂભાઈ ગોવિંદભાઈ વઘાડીયા એ પોતાના કાર્યકાળમાં થયેલા જ્ઞાતિના સુંદર કાર્યો વિશે બોલતા કહ્યું કે સર્વે જ્ઞાતિજનો અમોને ખૂબ જ સુંદર સહકાર મળ્યો એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું 

    ત્યાર બાદ નવા પ્રમુખશ્રીના નામનો પ્રસ્તાવ મૂકતા શ્રી હરૂભાઈ વગાડીએ, શ્રી મુકેશભાઈ ડાયાભાઈ સુરેલીયા નું નામ નવા પ્રમુખ તરીકે સૂચવ્યું હતું. જેને ઉપસ્થિત સૌ જ્ઞાતિજનોએ એક અવાજે પોતાની સહમતિ આપી હતી. અને તેમની સંપૂર્ણ બહુમતીથી બિનહરી પ્રમુખ જાહેર કર્યા હતા. 

    શ્રી મુકેશભાઈ ડાયાભાઈ સુરેલીયાઓ સૌ જ્ઞાતિજનોએ પોતાના વિશ્વાસ મૂકવા બદલ અંતઃકરણથી આભાર માન્યો હતો. અને સૌના સાથ સહકારથી ખંભા મિલાવીને કામ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. 

માહિતી,ફોટોગ્રાફ: શ્રી જેન્તીભાઇ સુરેલીયા (જામ ખંભાળીયા)







ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું