હાલ જયારે ટુક સમયમાં જ તારીખ 10,2,2025 ના રોજ શ્રી વિશ્વકર્મા જયંતિ આવી રહી છે ત્યારે અલગ અલગ જગ્યાએ શ્રી વિશ્વકર્મા સમાજ દ્વારા તૈયારીઓ પુરજોશમાં છે. આ ધાર્મિક પ્રસંગ ના ખર્ચ ને પહોંચી વળવા માટે સમાજના દાતાઓ પણ મન મૂકીને દાન આપી રહ્યા છે. આવાજ સમાજના દાતા સ્વ. પ્રભુદાસભાઈ નથુભાઈ ધ્રાંગધરીયા પરિવાર રાજકોટ દ્વારા રાજકોટ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ આયોજિત શ્રી વિશ્વકર્મા જયંતિ ના પ્રસંગ ને રૂ.૪૨,૧૧,૧૧૧/- રૂપિયા બેતાલીસ લાખ, અગિયાર હજાર, એકશો, અગિયારનું અનુદાન આપવામાં આવ્યું છે. જે દર્શાવે છે કે આજે પણ સારા કાર્યો માટે દાતાઓ ખુલ્લા મન થી દાન આપે છે એવું ધ્રાંગધરીયા પરિવારે સાબિત કરી બતાવ્યું હતું.
રાજકોટ ખાતે શ્રી વિશ્વકર્મા જયંતિ પ્રસંગે "ધ્રાંગધરીયા પરિવાર" બન્યો મુખ્ય દાતાશ્રી..!!
bySV NEWS
-
0

