
શ્રી લુહાર સુથાર સાંસ્ક્રુતિક મંડળ , વલ્લભ વિદ્યાનગર દ્વારા યુવા કમિટી , મહિલા મંડળ અને શ્રી વિશ્વકર્મા યુવક મંડળના સહયોગ થકી સંવંત ૨૦૮૧ ના નૂતનવર્ષના પ્રારંભે સ્નેહમિલન સમારંભ નુ ભવ્ય આયોજન મંડળ સંચાલિત શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર વિદ્યાર્થીભવન ના પ્રાર્થના હૉલમાં કારતક વદ અમાસ તા:૧ડિસે.૨૦૨૪ ના દિવસે કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદા અને માઁ સરસ્વતિદેવીની પૂજા ,આરતી કરવામાં આવી ત્યારબાદ અમાસ નિમિતે વિદ્યાર્થીભવન પર ધજારોહણ કરવામાં આવ્યું. ચા -નાસ્તાની સૌ એ મજા માણી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. સૌ પ્રથમ મંડળના ટ્રસ્ટીઓ અને સ્નેહમિલન સમારંભના પ્રમુખ શ્રી જીતેશભાઈ કનાડિયા દ્વારા આજના સમારંભના મુખ્ય અતિથિ વિશેષ તરીકે આમંત્રિત કરેલ નર્મદા જીલ્લાના મુખ્ય ન્યાયાધીશ અને વિશ્વકર્મા લુહાર સુથાર સમાજનું ગૌરવ એવા શ્રી રમેશભાઈ ટી.પીઠવા (પંચાલ ) નુ શાલ ઓઢાડી , મોમેન્ટો અને ખેસ અર્પણ કરી પુષ્પ કલગીથી સ્વાગત કરવામાં આવ્યું. તેઓએ પ્રાસંગિક પ્રવચન આપી સૌ ના દિલ જીતી લીધા. શ્રી વિશ્વકર્મા ધર્મ પ્રચાર સમિતિનાં શ્રી મયુરભાઈ મિસ્ત્રી, હિતેશભાઈ મકવાણા , સરકારનાં નિવ્રુત્ત વર્ગ ૧ ના સિનિયર આર્કિટેક્ટ શ્રી અનિલભાઈ પીઠવા , વાપીના ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ પીઠવાનું પણ ખેસ અને પુષ્પ કલગીથી સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ ૩ વર્ષ માટે નિમાયેલ ટ્રસ્ટીશ્રીઓનુ યુવા કમિટી દ્વારા ખેસ અને પુષ્પ કલગી અર્પણ કરી સ્વાગત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા.યુવા કમિટી , મહિલા મંડળ , શ્રી વિશ્વકર્મા યુવક મંડળ નું પણ મંડળના ટ્રસ્ટીઓએ ખેસ અને પુષ્પ કલગીથી સન્માન કર્યું.શ્રી મયુરભાઈ મિસ્ત્રી અને શ્રી હિતેશભાઈએ મંડળના નવ નિયુક્ત ટ્રસ્ટીઓને ઇષ્ટદેવશ્રી વિશ્વકર્મા દાદાની સુંદર છબી અર્પણ કરી અભિનંદન પાઠવ્યા.
મંડળની સાધારણ સભાનો પ્રારંભ ટ્રસ્ટીશ્રી અશોક પીઠવાએ કરાવી આજીવન સભ્યો અને હાજર સ્થાનિક જ્ઞાતિજનોની સર્વ સંમતિથી મે.ટ્રસ્ટી શ્રી અંબાલાલ શિવાભાઈ પરમાર ના રાજીનામા નો સ્વીકાર કર્યો. તેઓની ખાલી પડેલ જગ્યા પર હાજર આજીવન સભ્યોએ બહાલી આપી શ્રી રમેશભાઈ મગનભાઈ ચૌહાણ ને ટ્રસ્ટી તરીકે નિયુક્ત કર્યાં. આમંત્રિત મેહમાનો અને ટ્રસ્ટીશ્રીઓએ પ્રાસંગિક પ્રવચન કર્યાં અને મંડળની યુવા કમિટી અને મહિલા મંડળની કાર્યપ્રણાલિને બિરદાવી.સ્નેહમિલન સમારંભના મંત્રી શ્રી શરદભાઈ ચૌહાણે આભારવિધિ કરી આજના સમારંભની પૂર્ણાહુતિ જાહેર કરી ત્યારબાદ સૌ એ સાથે મળીને ભોજન પ્રસાદીનો આસ્વાદ માણ્યો અને સૌ હર્ષભેર છૂટા પડ્યા.અમાસ નિમિતે ધજા અને નાસ્તાના દાતા શ્રી લાલજીભાઈ ગોવિંદભાઈ મિસ્ત્રી , બ્લડ ડોનેશનમાં ભાગ લેનાર દરેક ડૉનરને મંડળના ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ અરવિંદભાઈ ચૌહાણ તરફથી પેન અર્પણ કરવામાં આવી હતી.વિધાર્થીઓ અને સ્થાનિક જ્ઞાતિજનોએ પરિવાર સહ મોટી સંખ્યામાં હાજરી આપી ધજારોહણ ,સ્નેહમિલન સમારંભ અને બ્લડ ડોનેશનના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સાથે સાથે યુવા કમિટી , મહિલા મંડળ અને શ્રી વિશ્વકર્મા યુવક મંડળે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જેહમત ઉઠાવી હતી
માહિતી : અશોક પીઠવા , વલ્લભ વિદ્યાનગર









