દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ, ઢોલરા પ્રેરીત સાહિત્ય સેતુ રાજકોટ દ્વારા, શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ ના શિક્ષિત ગૃહિણી, શીતલબેન ભાડેશિયા ને, નવોદિત સર્જક સન્માન થી બિરદાવવામાં આવ્યા.
દીકરાનું ઘર ઢોલરા પ્રેરિત, સાહિત્ય સેતુ રાજકોટ દ્વારા, રાષ્ટ્રીય ગ્રંથાલય ઉજવણી અંતર્ગત, વાચન પ્રવૃત્તિને વેગ મળે, લોકો સાહિત્યિક પ્રવૃત્તિમાં રસ લેતા થાય તેવા શુભાશયથી, રાજકોટ શહેરના અંભાજી કડવા પ્લોટ વિસ્તારમાં આવેલી, શ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલમાં પુસ્તક પ્રદર્શન, વકૃત્વ સ્પર્ધા તેમજ, નવોદિત કવિ સન્માન સહિતના ત્રિવિધ કાર્યક્રમ, સાહિત્ય મર્મી આર પી જોષી ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ. જેનું સીઝન સ્કેવર ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન, અજયભાઈ જોષીએ, મંગળ દીપ પ્રગટાવી ઉદઘાટન કરેલ. આ સાહિત્યિક કાર્યક્રમમાં, રાજકોટ શહેરના સર્જકો, સાહિત્ય પ્રેમીઓ, શાળાની વિદ્યાર્થી બહેનો, સ્ટાફ પરિવાર તેમજ કાર્યકર્તાઓ, ઉત્સાહ પૂર્વક સહભાગી બનેલ.
પુસ્તક પ્રદર્શનમાં ઐતિહાસિક જ્ઞાનવર્ધક, વિજ્ઞાન, આધ્યાત્મિક સહિતના વિષયોના, એક હજારથી વધુ પુસ્તક મૂકવામાં આવેલ.
જે વિદ્યાર્થી બહેનો રસપૂર્વક નિહાળી, ઘરે વાંચવા પણ લઈ ગયેલ તેમજ, નિયમિત વાંચન માટે હાથ ઊંચા કરીને, સામૂહિક સંકલ્પ કરેલ. એ ઉપરાંત, નવ વિદ્યાર્થી બહેનોએ, જીવનમાં પુસ્તકનું મહત્વ, એ વિષય પર યોજાયેલ, વકૃત્વ સ્પર્ધામાં ભાગ લીધેલ. ભાગ લેનાર તમામ બહેનો ને સંસ્થા તરફથી, જાણીતા ઉદ્યોગપતિ કિશોરભાઈ ઠુમ્મર, રાજકોટ શહેર ભાજપના ઉપપ્રમુખ પૂજાબેન પટેલ, યુવા અગ્રણી રાજ જાડેજા, સાહિત્ય પ્રેમી ભરતભાઈ સુરેલિયા, ભાડલાના અગ્રણી ચંદુભાઈ જાની સહિતના અતિથીઓના હસ્તે, ઇનામ વિતરણ કરવામાં આવેલ હતું.
આ સાહિત્ય ક્ષેત્રમાં પા પા પગલી માંડતા, ઉભરતા, આશાસ્પદ, ઉત્સાહી એવા, રાજકોટ શહેરના ત્રણ સર્જકો, ભૂષિત શુક્લ, નિતેશ પ્રજાપતિ ઉર્ફે નિહર્ષ તેમજ, ગુર્જર સુતાર જ્ઞાતિના શીતલબેન ભાડેશિયાનું, કવિ નટવર આહલપરા , કવિ પ્રેમ જામલિયા, આર પી જોષી, અજયભાઈ જોષી અને, ડોક્ટર સોનલબેન ફળદુના હસ્તે, કુમ કુમ તિલક કરી, ભગવાન દ્વારકાધીશનો ખેસ પહેરાવી , શ્રીફળ , સાકરનો પળો, પુસ્તક તેમજ, સ્મૃતિ ભેટ આપી અને, શાલ ઓઢાડીને, ભાતીગળ તેમજ, પરંપરાગત તાળીઓના ગડગડાટ વચ્ચે કરવામાં આવેલ. તેમજ, મા શારદાના આશીર્વાદ સાહિત્ય સર્જનમાં સદા વરસતા રહે તેવી મંગલ કામના પાઠવી હતી. ત્રણેય સર્જકોએ, પોતાની સ્વરચિત રચનાનું પઢન કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન, સાહિત્ય સેતુના અનુપમ ભાઈએ કરેલ. કાર્યક્રમના અંતમાં આભારવિધિ, જનાર્દનભાઈ આચાર્યએ કરેલ. ત્રિવિધ કાર્યક્રમની સફળતા માટે, સંસ્થાના દિનેશભાઈ ગોવાણી, પંકજ રૂપારેલિયા, હસુભાઈ શાહ, નૈષધભાઈ વોરા, જયેન્દ્રભાઈ મહેતા, પરીમલભાઈ જોષી, વિપુલભાઈ ભટ, રમેશભાઈ શિશાગીયા, જે પી મહેતા, કે એમ માવાણી , પ્રવીણભાઈ બારૈયા તેમજ શાળા પરિવાર કાર્યરત રહેલ. શીતલબેન એક શિક્ષિત ગૃહિણી છે. ઘરકામ માં મળતા ફ્રી સમયમાં, વાંચનની સાથે ગઝલ, વાર્તા, આર્ટિકલ પણ લખે છે. તેઓ ઘણા સાહિત્ય ગ્રુપ સાથે પણ જોડાયેલા છે.









