B.A., LLB નો અભ્યાસ પૂર્ણ કરી જાન્યુ.૨૦૨૨ માં સરપંચ નો ચાર્જ સંભાળ્યા બાદ ઘણાં વર્ષોથી પેન્ડિંગ કાર્યોને અગ્રિમતા આપી એક પછી એક કાર્ય ખૂબ જ ટૂંકા ગાળામાં પૂર્ણ કર્યાં જેમાના તેઓના હસ્તક થયેલ કાર્યનુ વર્ણન નીચે મુજબ છે
# ગામના મુખ્ય ચોકમાં પેવર બ્લોક નંખાવી મધ્યમાં વીજ પૉલની વ્યવસ્થા કરી ગામને અંધારપટથી મુક્ત કર્યો સાથે સાથે ગામની તમામ સ્ટ્રીટ લાઈટ ચાલુ કરાવી ચોરીના ભયથી ગ્રામજનોને મુક્ત કર્યાં
# સ્મશાનગૃહમાં પેવર બ્લોક , જરૂરી વૃક્ષારોપણ અને પાણીની સુવિધા ઉભી કરાવી
# ગામની મધ્યમાંથી પસાર થતી અને ગામની શોભા વધારતી નદીને પોતાના સ્વ ખર્ચે સફાઈ કરાવી
# આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાં છતાં પણ લવારિયા ગામ અને વાવલી ગામ પાકા રસ્તાથી વંચિત હતા જે માટે સરકારમાં ઉગ્ર રજૂઆત કરી પાકા રસ્તા બનાવડાવ્યા
# પાણીની સમસ્યાના નિરાકરણ માટે ૯ લાખ લિટરની કેપેસીટી ધરાવતો પાણીનો સંપ બનાવડાવ્યો
# ગ્રામ પંચાયત કચેરીને રંગરોગાન કરાવી આધુનિક સુવિધાઓથી સજ્જ કરી જેથી ગ્રામજનોને તકલીફ ના પડે
# કોમ્યુટર ઓપરેટરને બેસાડી પ્રજાજનોને ઘેર બેઠા સરકારી યોજનાઓનો લાભ મળે તેવી વ્યવસ્થા કરી
આમ આવા તો અનેક ના ગણી શકાય તેટલાં નાના મોટા કાર્યો કરી તેઓએ પ્રજાજનોના ચહિતા બન્યા સો સો સલામ છે આવા વિશ્વકર્મા સપુતને. તેઓ પોતે ક્રાઈમ હેડલાઈન ન્યૂઝ ના એડિટર પણ છે અને અમદાવાદ વસ્ત્રાલમાં પોતાની ઓફિસ ધરાવે છે.પોતાના જીવનનાં મુખ્ય ધ્યેય સમાજસેવા ને સાર્થક કરવા તેઓએ સરપંચના હોદ્દાનો સ્વીકાર કર્યો છે અમદાવાદ થી રોજ અપડાઉન કરી પોતાના આત્માને સંતોષ મળે તેવાં સમાજલક્ષી કાર્યો કરે છે
માહિતી : અશોક પીઠવા , વલ્લભ વિદ્યાનગર

