
તાજેતરમાં રાજસ્થાનના ચાલકણામાં ડૉ.તીર્થંકરદાન રતુદાનજી રોહડિયાના માર્ગદર્શન હેઠળ "ઓલ ઇન્ડિયા ચારણ (ગઢવી)" સમાજ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ બે દિવસીય મહોત્સવ માં લુહાર સમાજના અગ્રણી , પ્રખર વક્તા , લુહાર સમાજનાં બાળકો માટે સતત ચિંતિત , ગાંધીનગર ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના મહેકમ અધ્યક્ષ ડૉ. કૃણાલ પંચાલના ધર્મપત્નિ શ્રીમતી ભાવિશાબેન કૃણાલભાઈ પંચાલ* ને ચારણી સાહિત્ય ના વિષય પર કરેલ સંશોધન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. જે સમસ્ત લુહાર સમાજ માટે ગૌરવપૂર્ણ વાત છે.
સમગ્ર ભારતમાંથી ચારણી સાહિત્ય ક્ષેત્રે સંશોધન કર્તાઓને સન્માનિત કરવાના આ અવસરે તેઓએ પોતાની આ સિધ્ધિ બદલ પોતાના જીવનસાથી ડૉ કૃણાલ પંચાલ , આચાર્ય નર્મદભાઈ ત્રિવેદી,ડૉ.કુલદીપ ઠક્કરનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે તેઓએ ડૉ તીર્થંકરદાન રતુદાનજી રોહડિયા અને આયોજકનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ઇષ્ટદેવશ્રી વિશ્વકર્માદાદાના ચરણમાં પ્રાર્થના કરીએ કે તેઓ ખૂબ જ આગળ વધે , પ્રગતિનાં સોપાન સર કરે અને સમાજનું ગૌરવ વધારે.
માહિતી : અશોક પીઠવા , વલ્લભ વિદ્યાનગર