શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ-પ્રચાર સમિતિ રાજકોટની મુલાકાતે..!!



શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ-પ્રચાર સમિતિના સંસ્થાપક શ્રી મયુરભાઈ મિસ્ત્રી તેમજ સમિતિના આગેવાનશ્રીઓ શ્રી હિતેષભાઇ સુથાર તેમજ શ્રી જીગ્નેશભાઈ પંચાલ(એડવોકેટ), તેમજ શ્રી નિલેશ કનાડીયા તેમજ શ્રી કેતનભાઈ સોલગામા રાજકોટ સ્થિત વિશ્વકર્મા સમાજના વિવિધ અગ્રણીઓની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી જેમાં ગજ્જર સમાજના શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી રસિકભાઈ વાઘસણા તેમજ રાજકોટ દૂરદર્શન કેન્દ્ર ભૂતપૂર્વ અધિકારી શ્રી નવીનભાઈ પાટડિયા તથા શ્રી ઉમેશભાઈ ગજ્જર તેમની પણ શુભેચ્છા મુલાકાત લેવામાં આવી તથા લુહાર અગ્રણી જાણીતા ઉધોગપતિ શ્રી વિશ્વકર્માદાદાના અનન્ય ભક્ત શ્રી અશોકભાઈ રાઠોડ તથા સોની સમાજના અગ્રણી શ્રી રાજુભાઈ લોઢીયા તેમજ ભારત સુવર્ણકાર સેતુના સ્થાપક શ્રી નિલેશભાઈ લુંભાણી તેમજ અનિકેતભાઈની વિશ્વકર્મા વિવિધ જ્ઞાતિ અગ્રણીની મુલાકાત બાદ શ્રી વિશ્વકર્મા લુહાર ફાઉન્ડેશન દ્વારા આયોજીત શ્રી વિશ્વકર્મા પુરાણ કથા રાજકોટ રોયલ મેળા ગ્રાઉન્ડ ખાતે વક્તાશ્રી હિરેનભાઈ પંચાલ (અંજાર)ના મુખેથી ચાલી રહેલી શ્રી વિશ્વકર્મા પુરાણ કથાનું રસપાન કર્યું તેમજ વ્યાસપીઠ પર બિરાજમાન વક્તાશ્રી હિરેનભાઈને શ્રી દિશાબેન વડગામાં દ્વારા તૈયાર થયેલ હેન્ડપેઈન્ટેડ શ્રી વિશ્વકર્મા પ્રભુનું ચિત્ર તેમજ શ્રી શિવકુમાર આર્ય દ્વારા લખાયેલ શિલ્પી બ્રાહ્મણ નામનો ગ્રંથ આપી સન્માન કરવામાં આવ્યું સમિતિના સભ્યોએ ખુબ ધન્યતાની લાગણી અનુભવી તેમજ શ્રી વિશ્વકર્મા પુરાણ કથાના આયોજકશ્રીઓએ શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ-પ્રચાર સમિતિનું ખેસ તેમજ વિશ્વકર્મા દાદાની છબી આપવી સન્માન કરવામાં આવ્યું. કથાના આટલા સરસ આયોજન માટે શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ-પ્રચાર સમિતિ કથાના આયોજક શ્રી વિશ્વકર્મા લુહાર ફાઉન્ડેશન રાજકોટને ખુબ ખુબ અભિનંદન આપે છે તેમજ ભવિષ્યમાં આવા વિશ્વકર્મા પ્રભુના ધર્મ પ્રચાર અર્થેના કાર્યક્રમ વધારે થાઈ તેવી શુભકામનાઓ પાઠવે છે.

માહિતી 

નિલેશ કનાડીયા સાથે કેતન ભાઈ સોલગામા










ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું