શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ ના ખારેચા પરિવાર દ્વારા, નવચંડી યજ્ઞ, સ્નેહ મિલન..

 શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ ના ખારેચા પરિવાર દ્વારા, નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. 

 શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના સમસ્ત ખારેચા પરિવાર દ્વારા, તારીખ છ અગીયાર બે હજાર ચોવીસ ને બુધવારના રોજ, જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલ, ધુળકોટ ગામ મધ્યે, ખારેચા પરિવારના કુળદેવી શ્રી ચામુંડા માતાજી ના મંદિરે, સ્નેહ મિલન તથા, નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, સવારે સાત કલાકે, નવ ચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બપોરે 12:30 કલાકે, હવનનું, બીડું હોમવામાં આવ્યું હતું. આ હવનના સાતક માં, ખારેચા પ્રશાંત ભાઈ અમૃત ભાઈ તથા, ખારેચા અમિત ભાઈ દીપક ભાઈ, હવનના સાતક માં બેઠા હતા. બપોરને 12:30 કલાકે, સમસ્ત ખારેચા પરિવારનો, સમૂહ ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કુટુંબિક કાર્યક્રમમાં, ખારેચા પરિવારના, અંદાજે સવાસો લોકો ઉપસ્થિત રહ્યા હતા.





ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું