પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટિમ દ્વારા દર વર્ષે ની જેમ આ વખતે પણ નવા જુના કપડાં રમકડાં ચંપલ નું વિતરણ અમદાવાદ શહેર ના અલગ અલગ પૂર્વ પશ્ચિમ વિસ્તાર માં જરૂરિયાતમંદ લોકો ને આપવા નું આયોજન કરવા માં આવ્યું હતું.
જેમાં પંચાલ સમાજ ના યોગગુરુ તરૂણભાઈ પંચાલ તથા પ્રાઇડ ઓફ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમના સભ્યો સુનિલ ભાઈ પંચાલ, કેતન ભાઈ પંચાલ, રોશની બેન પંચાલ, રંજનબેન પંચાલ, ત્રિશાક ભાઈ પંચાલ ભરતભાઈ પંચાલ,કિશોર ભાઈ, મીનાબેન, બીનાબેન,કમલેશભાઈ, જીતેન્દ્ર ભાઈ પંચાલ સર્વે સભ્યોએ આ ભગીરથ કાર્ય માં જોડાઈ ને જરૂરિયાતમંદ લોકો ના ચહેરા ની ખુશી માં સહભાગી બન્યા હતા.













