રાજકોટ ખાતે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ શ્રી વિશ્વકર્મા અર્વાચીન રાસોત્સવ 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમના માટે અનુભવી નિર્ણાયકો રાખવામાં આવ્યા હતા.
મેઘા વિઠલાણી : જે તેઓ અલગ અલગ રાસોત્સવ માં ગરબા રમીને સતત 10 વર્ષ ક્વીન રહી ચૂકેલા છે. તેઓ ખૂબ સારા એક્ટ્રેસ, આકાશવાણી ના આરજે, તેમજ પ્લસ સાઈઝ મોડેલ અને ઈનફ્લુએન્સર છે. હાલમાં તેઓ નો બિઝનેસ એટલે કે મેગીઝ ક્રીએશન ઇવેન્ટ અને ડાન્સ ગ્રુપ કે જે દરેક પ્રકાર ની ઇવેન્ટ મેનેજમેન્ટ તેમજ કોરિયોગ્રાફી, વગેરે આપે છે. તેમની સંસ્થા તેમજ ગરબા performance ane choreography ને 2023 માં બેસ્ટ ગરબા નેશનલ એવોર્ડ મળેલો છે અને તેમની સાથે 60/70 ગરબા તેમજ નૃત્ય ના કલાકારો જોડાઈ ને રોજગાર મેળવે છે.
💫💫💫💫💫💫💫💫💫💫
ધર્મેશ પારેખ : જે તેઓ ઘણા વર્ષો અલગ અલગ રાસોત્સવ માં ગરબા રમીને કિંગ રહી ચૂક્યા છે. તેઓ ઘણી નમાંકિત સંસ્થાઓ સાથે જોડાયેલા છે જેમકે BNI, BCI, JCI વગેરે અને તેઓ ત્યાં પણ જજ તરીકે પોતાની સેવા આપી ચૂક્યા છે. અને હાલ માં તેઓ નો પોતાનો હેમ ઇન્ડસ્ટ્રીઝ કિચન અને ગીફ્ટ આર્ટિકલ્સ નો મેનુફેકચર અને wholesaler નો બિઝનેસ છે.
💫💫💫💫💫💫💫💫💫💫
પરી સોની : તેઓ ઘણા વર્ષો ગરબા રમી ને ગરબા ક્વીન રહી ચૂક્યા છે. કથક નૃત્ય ના વિશારદ છે. રાજકોટની જાણીતી આર્ટસ સંસ્થા સાથે જોડાઈ ને ભારતભર માં નૃત્ય નાટિકા ના શો કરે છે. અને ઘણા જાણીતા રાસોત્સવ માં તેમણે જજ તરીકે સેવા આપેલી છે.
💫💫💫💫💫💫💫💫💫💫
દર્પણ સોની : તેઓ રાજકોટ ના ખૂબ સારા એક્ટર છે. તેમની ઘણી બધી શોર્ટ movies તેમજ ડ્રામા રાજકોટ અને ભારતભર માં રજુ થયેલ છે. હાલમાં તેઓની નાટ્ય સંસ્થા "રંગ ઉપાસક" દ્વારા ખુબજ સારા ડ્રામા હેમુગઢવી હૉલ ખાતે રજૂ થયેલાં. અને તેઓ સરસ્વતી સ્કૂલ ખાતે ડ્રામા તેમજ ડાન્સ ટીચર તરીકે ફરજ બજાવી રહ્યા છે. અને ઘણા સારા રાસોત્સવ માં જજ તરીકે સેવા આપી ચૂક્યા છે.




