ગુર્જર સુતાર જ્ઞાતિ ના સાંકડેચા પરિવારના માતાજી નો મઢ..!!


શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ ના અનેકો અલગ અલગ પેટા જ્ઞાતિઓ આવેલી છે. જેમાં એક સાંકડેચા પરિવાર આવેલો છે. જે રાજકોટ ચોટીલા હાઇવે ઉપર સુરેન્દ્રનગર જિલ્લા ના ચોટીલા થી અંદાજે ૬ થી ૭ કિલોમીટર ના અંતરે બે ગામ આવેલા છે જેમાં એક મોટી મોલડી અને એક નાની મોલડી, જેમાં મોટી મોલડી ગામ માં ગુર્જર સુતાર જ્ઞાતિ ના સાંકડેચા પરિવારના માતાજી નો મઢ આવેલો છે. જેમાં શ્રી ચામુંડા માતાજી તથા શ્રી મહાકાળી માતાજી બિરાજે છે. રાજકોટ માં અંદાજે ૩૫૦ થી ૪૦૦ જણ નો પરિવાર વસવાટ કરે છે. 

માહીતી : શાન્તિભાઈ સાંકડેચા (રાજકોટ)


ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું