અંકલેશ્વર ની લુહાર ની દિકરીએ સ્થાપ્યો વર્લ્ડ રેકોર્ડ સૌથી નાની ઉંમરમાં..!!

  ચિ.પ્રાંશી પરમાર બની દુનિયાની સૌથી ઝડપી કિક સ્કૂટર રાઈડર અને સ્થાપ્યો વર્લ્ડ રેકોર્ડ સૌથી નાની ઉંમરમાં

ધોળા જંકશન ( જી: ભાવનગર )ના વતની અને હાલ અંકલેશ્વરમાં છેલ્લાં ૩૭ વર્ષથી સ્થાયી થયેલ વર્ષાબેન અને અરવિંદભાઈ મનજીભાઈ પરમારની પૌત્રી અને દિપ્તીબેન અને ભાર્ગવભાઈ પરમારની લાડલી સુપુત્રી ચિ પ્રાંશી કે જેઓ નર્સરી અંગ્રેજી માધ્યમમાં છે અને માત્ર ૩.૫ વર્ષની નાની ઉંમરમાં તા:૧૦ જુલાઈ ૨૦૨૪ ના રોજ એક કિલોમીટર નું અંતર માત્ર ૭ મિનિટ અને ૪ સેકન્ડ માં પોતાના કિક સ્કૂટર દ્વારા કાપી ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન મેળવી વર્લ્ડ રેકોર્ડ સ્થાપી લુહાર સમાજનું ગૌરવ વધાર્યું છે.અંકલેશ્વરમાં વિશ્વકર્મા એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ ના નામે ફેક્ટરી ધરાવતા પ્રાંશીના પિતાશ્રી ભાર્ગવભાઈના જણાવ્યા મુજબ તેમની દિકરી નાનપણથી જ ચતુર છે અને તે સામાન્ય બાળકોની જેમ "કિક સ્કૂટર" ચલાવવાની શોખીન હતી 

પરંતુ તેની આ "કિક સ્કૂટર" ચલાવવાની ઝડપ, સ્ટાઈલ અને સ્ટેમિના એ અન્ય બાળક કરતાં અલગ પ્રકારની હતી એટલે તેમણે તેમના ધર્મપત્નિ શ્રીમતી દિપ્તીબેનને વાત કરી અને તેનું નામ ઇંટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમા નામ મોકલી આપ્યું અને ચિ પ્રાંશી એ આ સિદ્ધિ હાંસલ કરી વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે.જે પરમાર પરિવાર અને સમસ્ત લુહાર સમાજ માટે ગૌરવની વાત છે. ચિ.પ્રાંશી ને આ સિધ્ધિ બદલ પ્રમાણપત્ર તેમજ મેડલ એનાયત કરવામાં આવ્યો છે 

માહિતી : શ્રી ભાર્ગવભાઈ અરવિંદભાઈ પરમાર ,અંકલેશ્વર 

આલેખન : અશોક પીઠવા, વલ્લભ વિદ્યાનગર

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું