મુળ રાજસ્થાનના જાલોર જીલ્લામા સ્ત્રી સશક્તિકરણ માટે અભિયાન ચલાવનાર અને હાલ અમદાવાદ માં રહેતા લુહાર સમાજના સામાજિક કાર્યકર અને અખિલ ભારતીય વિશ્વકર્મા શિલ્પકાર મહાસભાના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી કાલુરામ લુહાર ના બીજા નંબરના પુત્ર જુગલ કિશોર કે જેઓ IT ક્ષેત્રમાં વિશ્વમાં પાંચમો ક્રમ ધરાવતી LTI Mindtree Ltd માં સ્પેશયલ સોફ્ટવેર એન્જિનિયર તરીકે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં કામ કરે છે.તા:૪ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ તેમના લગ્ન મહિસાગર જીલ્લાના સરાડીયા ગામના વતની અને હાલ અમદાવાદમાં રેહતી રિપલ પંચાલ ( લુહાર )સાથે થયા હતા.લગ્નબાદ તેમના ધર્મપત્નિ રિપલ પંચાલે પણ ઉચ્ચ શિક્ષણ અર્થે અનુસ્નાતકની ડિગ્રી મેળવવા માટે વિશ્વ વિખ્યાત યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી સિડની, ઓસ્ટ્રેલિયામાં અભ્યાસની શરૂઆત કરી. નાનપણથી જ હોંશિયાર રિપલે પોતાના ધ્યેયને હાંસલ કરવા ખૂબ જ ખંતથી મેહનત કરી વિદેશની ધરતી પર અભ્યાસની શરૂઆત કરી જેના ફળસ્વરૂપે સામાન્ય પરિણામ પ્રથમ આવ્યું પરંતુ રિપલ બે વિષયનો વધારાનો અભ્યાસ કરી રહી હતી જેનું પરિણામ તા:૨૬ ઓગષ્ટ ૨૦૨૪ના રોજ જાહેર કરવામાં આવ્યું. "ડિજિટલ માર્કેટિંગ ઇન્ટરનેશનલ બિઝનેસ અને કસ્ટમર બિહેવિયર્સ ના વિષયમાં રિપલને માસ્ટર ડિગ્રી મેળવવામાં પ્રથમ કક્ષાએ સફળતા મળી છે.
મુળ મહિસાગર જીલ્લાના સરાડિયા ગામ ની વતની અને હાલ અમદાવાદ સ્થિત રિપલ પંચાલે(લુહાર )ધોરણ ૧૦ માધ્યમિક શિક્ષણનો અભ્યાસ અમદાવાદની જાણીતી શેઠ સી. એન. વિદ્યાલય અને ધોરણ ૧૨ ઉચ્ચ માધ્યમિક કામેશ્વર વિદ્યાલય માંથી શિક્ષણ મેળવી બી.કોમ.ના અભ્યાસક્રમ માટે એચ.એ કોલેજ ઓફ કોમર્સ અમદાવાદમાં પ્રવેશ મેળવી અભ્યાસ પૂર્ણ કર્યો. રિપલના પિતા શ્રી ચંદ્રકાંત પંચાલ સેન્ટ્રલ એક્સાઇઝ (CGST) અને કસ્ટમ્સ ટેક્સ વિભાગ (સેન્ટ્રલ ટેક્સ ડિપાર્ટમેન્ટ)માં સુપરિન્ટેન્ડન્ટ તરીકે કામ કરે છે અને માતા શ્રીમતી શિલ્પાદેવી ગૃહિણી છે.રિપલની નાની બહેન જિયા પંચાલ વાડીલાલ સારાભાઈ મ્યુનિસિપલ હોસ્પિટલમાં મેડિકલ કોલેજમાં ડોક્ટરની ડિગ્રી મેળવી રહી છે. શિક્ષિત પરિવારની રિપલે પોતાની આ સિદ્ધિ માટે માતા- પિતા, પતિ ,સસરા અને શિક્ષકોના આશીર્વાદને શ્રેય આપ્યો છે. આમ રિપલ પંચાલે ગુજરાત અને રાજસ્થાનના વિશ્વકર્મા લુહાર સમાજનું ગૌરવ વધાર્યું છે અને સમાજની દિકરીઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે
વિશ્વકર્મા લુહાર સમાજની આ દીકરી પર સમસ્ત લુહાર સમાજને ગર્વ છે.
માહિતી : શ્રી કાલુરામ લુહાર ( વિશ્વકર્મા ) રાજિકાવાસ હોલ અમદાવાદ
આલેખન : અશોક પીઠવા , વલ્લભ વિદ્યાનગર



