
શ્રી વિશ્વકર્મા સમાજમાં અમાસનો મહિમા અનેરો છે. જ્યાં જ્યાં શ્રી વિશ્વકર્મા સમાજ વસેલો છે ત્યાં ત્યાં અમાસના દિવસે, શ્રી વિશ્વકર્મા ભગવાનની પૂજા અર્ચના સાથે ધૂન ભજનનો કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે. આવો જ એક કાર્યક્રમ તારીખ 4, 8, 2024 ને રવિવારના રોજ સમસ્ત ગુર્જર સુતાર સમાજ સાવરકુંડલા દ્વારા, જ્ઞાતિની સમાજવાળી ખાતે, શ્રી વિશ્વકર્મા દાદા ની કથા નું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી વિશ્વકર્મા ભગવાનની કથા નું આયોજન, સાવરકુંડલા ના શ્રી વિશ્વકર્મા મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.
ફોટોગ્રાફ માહિતી : કલ્પેશભાઇ બકરાણીયા સાવરકુંડલા







