શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ - રાજકોટ દ્વારા સાધારણ સભા નું આયોજન..

 શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ-રાજકોટ, સાધારણ સભા

આથી સર્વે જ્ઞાતિજનોને જાણ કરવામાં આવે છે કે, જ્ઞાતિ સાધારણ સભાનું તા. ૦૪-૦૮- ૨૪ને રવિવારના રોજ આયોજન કરેલ છે. તો સર્વે જ્ઞાતિજનોને પધારવા નમ્ર વિનંતી.


સાધારણ સભા : તા. ૦૪-૦૮-૨૦૨૪ રવિવાર સમય : સાંજે ૭-૦૦ કલાકે


સ્થળ : શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર, શ્રી વિશ્વકર્મા પ્રભુજી માર્ગ, દિવાનપરા, રાજકોટ.


એજન્ડા : (૧) ગત મિટીંગની મિનિટસનું વાંચન અને બહાલી (૨) વર્ષ ર૦ર૩-૨૪ના ઓડીટ થયેલ હિસાબની રજુઆત અને બહાલી (૩) વર્ષ ૨૦૨૪-૨૫ના ઓડીટરની નિમણુંક તથા સુચિત બજેટની રજુઆત તેમજ બહાલી (૪) શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ ટ્રસ્ટ સાથે શ્રી વિશ્વકર્મા વિદ્યાનિકેતન ટ્રસ્ટના એકત્રીકરણનો ચેરીટી કમિશ્નરમાંથી મંજુર થઈને આવેલ હુકમની જાણ જ્ઞાતિજનોને કરવા માટે હુકમ વંચાણે લેવા અંગે (૫) શ્રી વિશ્વકર્મા વિદ્યાનિકેતન ટ્રસ્ટ દ્વારા સંચાલિત કન્યા છાત્રાલયના નવા સત્રથી શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા સુપેરે સંચાલન કરવા માટેના સુચનો અને જ્ઞાતિજનોના અનુભવ વગેરેને ઘ્યાન પર લઈ અને કન્યા છાત્રાલય માટે સંચાલન સમિતિનું ગહન કરવા અંગે (૬) પ્રમુખ સ્થાનેથી રજુઆત થાય તે.

શ્રી રસિકભાઈ ડી. બદ્રકીયા (પ્રમુખશ્રી)

શ્રી મુકેશભાઈ આર. વડગામા (અધ્યક્ષશ્રી)

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું