દુનિયામાં ચરોતર પ્રદેશના આણંદ શહેર ના લુહાર-સુથાર ( બક્ષીપંચ )ની દિકરી ધ્વનિ કે.કારેલિયા એ ડંકો વગાડ્યો
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્દભાઈ મોદી દ્વારા ૨૦૪૭ માં ભારત દેશ વિશ્વની મહાસત્તા બનશે* પોતાનાં સેવેલ સ્વપનને જાહેર કરતાં જ સમસ્ત વિશ્વની મીટ ભારત તરફ મંડાઈ રહી છે અને ભારત સાથે મિત્રતાના હાથ લંબાવી રહ્યા છે તેમાં સ્વિડનનો પણ સમાવેશ થાય છે.અમેરિકા , નોર્વે , જર્મની જેવાં દેશો સાથે સ્વિડન ગાઢ સંબંધ બનાવી ચૂક્યું છે ત્યારે ભારત સાથે હાથ મિલાવવા થનગની રહેલા સ્વિડનને જાણે સોનામાં સુંગધ ભળી હોય તેમ ભારત ના ગુજરાત રાજ્યનાં આણંદ શહેરની લુહારની દિકરી ધ્વનિ કે.કારેલિયા નો મિલાપ થતા જ સ્વિડનને હાંશકારો થયો
વાત માં રસ પડ્યો ને ? કેમ ના પડે !
પડવો જ જોઈએ, કારણકે વાત છે ચરોતર પ્રદેશના આણંદ શહેરના લુહાર - સુથાર ( બક્ષીપંચ ) ની દિકરી ધ્વનિ કે. કારેલિયા ની. માતા હર્ષાબેન અને પિતા હિતેશભાઈ ( હિતેશ ફર્નિચર )ની દિકરી નાનપણથી જ ભણવામાં હોંશિયાર અને વાત કરવાની આગવી છટાને ધ્યાનમા રાખી માતાપિતાએ ઉચ્ચ અભ્યાસ કરાવી ડોક્ટરેટની પદવી અપાવી ,જેમાં ધ્વનિના પતિદેવ કૃણાલ નો સંપૂર્ણ સાથ સહકાર રહ્યો.
કોઈપણ બે દેશ વચ્ચેનાં ગાઢ સંબંધ ત્યારે જ મજબૂત બને જ્યારે બંને દેશ વેપાર , ઉદ્યોગ , આરોગ્ય, શિક્ષણ ક્ષેત્રે તેમજ અન્ય ક્ષેત્ર માટે બંને દેશ વચ્ચે MOU થાય. બંને દેશ વચ્ચેના MOU માટે ટ્રેડ કમિશ્નર ની ભૂમિકા મહત્વની હોય છે. સમસ્ત લુહાર સમાજ માટે ગૌરવની વાત એ છે કે ડૉ.ધ્વનિ કે.કારેલિયા ની નિમણૂંક સ્વિડન સરકાર દ્વારા માનદ્ ટ્રેડ કમિશ્નર તરીકે કરવામાં આવી. ગુજરાતમાં પોતાના જ વતન આણંદ શહેરમાં ધ્વનિએ પોતાની ભવ્ય ઓફિસ India EU Trade Council નું તા ૨૩ જૂન ૨૦૨૪ ના રોજ ઉદ્દઘાટન કર્યું.આ ઉદ્દઘાટન સમારોહમાં સ્વિડનના ચેર પર્સન Mrs Lena Backer એ ઉપસ્થિત રહીને સમારોહને દિપાવ્યો અને જણાવ્યુ કે ભારત અને સ્વિડન વચ્ચે ભવિષ્યમાં વેપાર , ઉદ્યોગ , આરોગ્ય , શિક્ષણ ક્ષેત્રે ૫૦૦ મિલિયન ડોલરનાં MOU થવાની સંભાવના છે.આ સમારોહમાં આણંદ જીલ્લાના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ ,ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ , શ્રી વિપુલભાઈ પટેલ , નડિયાદ થી શ્રી સંતરામ ડેરીના પુ.સત્યદાસજી મહારાજ , મિડિયાકર્મીઓ ,સ્નેહિજનો ,પરિવારજનો , મિત્રવર્તુળએ ઉપસ્થિત રહી ધ્વનિને અને પરિવારજનોને અભિનંદન પાઠવ્યાં હતાં. આમ ધ્વનિએ સમસ્ત લુહાર સમાજ અને ભારતદેશનું ગૌરવ વધાર્યું છે.
માહિતી ફોટોગ્રાફ : અશોકભાઈ પીઠવા , વલ્લભ વિદ્યાનગર










