
અમદાવાદ ખાતે વુડન આર્ટ નો કાર્યક્રમ યોજાઈ ગયો. હાલમાં જ તારીખ 30,07,2024 ને મંગળવારના રોજ અમદાવાદ ની ગુફા ખાતે “KASTHAM” Redefining luxury વુડન આર્ટ પ્રદર્શન યોજાયું હતું જેમાં ગુજરાત રાજ્ય સરકાર માનનીય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ની શરૂઆત ગુજરાત રાજ્ય સરકાર માનનીય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યકમ ની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં આર્ટિસ્ટ સાથે અખિલ વિશ્વકર્મા સુથાર સંઘ (ગુજરાત) ના પ્રમુખ શ્રી ડો. પરેશભાઈ છનિયારા, શ્રી હિરેનભાઈ મિસ્ત્રી અને શ્રીનરેન્દ્રભાઈ અડિયેચા, ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર આયોજન અને કલાકૃતિ પ્રદશિત શ્રી મહેશભાઈ ખંભાયતા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
માહિતી ફોટોગ્રાફ : હિરેન ભાઈ મિસ્ત્રી (અમદાવાદ)





