લુહાર ના દિકરા એ વિદેશની ધરતી પર વગાડ્યો ડંકો..!!

 લુહાર ના દિકરા એ વિદેશની ધરતી પર વગાડ્યો ડંકો : ક્રિકેટર બની લુહાર સમાજનું નામ રોશન કરનાર ભાલકા નો અનિલ જેરામભાઇ પરમાર


મિત્રો , જીવનમાં હોંશલો જો બુલંદ હોય તો તમે નક્કી કરેલ ધ્યેયને જરૂરથી આંબી શકો છો આ વાત સાબિત કરી આપી છે નોર્વેના સોફ્ટવૅર એન્જિનિયર અનિલ જેરામભાઇ પરમારે 

ભાલકા ના અતિ ગરીબ લુહાર પરિવારમાં જન્મેલ અનિલ નાનપણથી જ ભણવામાં હોશિયાર હતો અને સાથે સાથે ક્રિકેટનો પણ શોખીન હતો પરંતુ ઘરની આર્થિક પરિસ્થિતિને કારણે પોતાના શોખને દબાવી લીધો અને ભણવામાં ધ્યાન આપવા લાગ્યો. ધોરણ ૧૦ માં ૮૦% ગુણ મેળવીને પોતાની કારકિર્દીને એન્જિનિયરિંગ લાઈનમાં આગળ વધારવા ઇચ્છતા અનિલે વેકેશનમાં નાની મોટી નોકરી કરી ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ઝળહળતો દેખાવ કરી એન્જીનીઅરીંગમાં પ્રવેશ મેળવવાં અરજી કરી પરંતુ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે તેણે બેંકની મદદ માંગી અને એક દયાવાન મેનેજરે તેને લોન આપી જેના થકી પોતે વલ્લભ વિદ્યાનગરની ખ્યાતનામ કોલેજ બી.વી.એમ.માં ઇલેક્ટ્રોનિકસ લાઈનમાં પ્રવેશ મેળવી આપણાં જ સમાજની તે સમયે નવનિર્મિત શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર વિદ્યાર્થીભવનમાં પ્રવેશ મેળવી ૨૦૦૮ માં ઇલેક્ટ્રોનિક્સ ની પદવી મેળવી લીધી. હવે જોમ જુસ્સો વધતો ગયો અને પોતાના ક્રિકેટના શોખને ફરી ઉજાગર કરતો ગયો. માતા પિતાને હવે આર્થિક રીતે કોઈપણ પ્રકારની તકલીફ ના વેઠવી પડે તેવો આદર્શ નિર્ણય લઈ પોતે વિદેશ તરફ પ્રયાણ કર્યું.પોતાની આવડત અને સૂઝબૂઝના લીધે નોર્વેની સારી કંપનીમાં તેને સોફ્ટવેર એન્જિનિયર ની પદવી પ્રાપ્ત થઈ પરંતુ તે સમયગાળામાં ક્રિકેટને થોડા સમય માટે તિલાંજલિ આપવી પડી સમય જતાં કંપનીમાં પણ અનિલના વખાણ થવા લાગ્યા પોતાના જીવનસાથીની શોધ પૂર્ણ કરી ફરીથી પોતાના શોખને જીવંત કરવાં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને નોર્વેની રાષ્ટ્રીય ક્રિકેટમાં સ્થાન મેળવી હાલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં બોલર તરીકે આગવું સ્થાન ધરાવે છે. ચાલુ વર્ષનાં જૂન મહિનામાં આઈ સી સી મેન્સ ટી ૨૦-૨૦ ક્રિકેટ વર્લ્ડકપ માં ફિનલેન્ડ સામે પ્રથમ વખત જ બોલર તરીકે રમનાર અનિલે ૧૫૦ બોલ ફેંકી ૧૪૧ રન આપી ૧૮ વિકેટ મેળવીને નોર્વેનો ચોથા નંબરનો બોલર બનીને લુહાર સમાજ અને પરિવારનું નામ રોશન કર્યું છે જો કે ફાઈનલ મેચમાં જર્સી સામે પરાજયનો સામનો કરતાં આગામી ટી ૨૦ વર્લ્ડકપ રમવાનાનું સ્વપ્ન રોળાઈ ગયું. જો કે અનિલે હાલ નોર્વેની ટીમમાં પોતાનો સારા બોલર તરીકેનો સિક્કો મારી દીધો છે. અનિલની આ સિધ્ધિને બિરદાવતા સમાચાર અનેક અખબારોએ છાપ્યા છે 


અનિલની આ સિધ્ધિએ લુહાર સમાજ અને પરિવારનું નામ રોશન કર્યું છે

ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્માદાદા ના ચરણમાં પ્રાર્થના કરીએ કે તેઓ વર્લ્ડ લેવલે પોતાનું નામ રોશન કરે અને લુહાર સમાજનું ગૌરવ વધારે એવી અભ્યર્થના 


માહિતી ફોટોગ્રાફ : અશોક પીઠવા , વલ્લભ વિદ્યાનગર ,




ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું