શ્રી વિશ્વકર્મા વંશજ માટેની સતત કાર્યશીલ સંસ્થા એટલે, વિરાટ ઔદ્યોગિક સેવા સહકારી મંડળી લિમિટેડ
શ્રી વિશ્વકર્મા વંશજ ના નાના કારીગર વર્ગ માટે સતત કાર્યશીલ અને લાભદાય સંસ્થા, રાજકોટના અટિકા વિસ્તારમાં, શેરી નંબર 2, ઢેબર રોડ પર આવેલી છે.
આ મંડળી, વિશ્વકર્મા વંશજ ના નાના કારીગર, સરળતાપૂર્વક અને ઝડપી ધિરાણની કામગીરી કરી રહી છે. મંડળીના સભ્યોને, દસ લાખ સુધીનું ધિરાણ આપવામાં આવે છે
આ મંડળીની સ્થાપના તારીખ 17,4, 2008 માં કરવામાં આવેલ હતી. આ મંડળી 16 વર્ષથી સતત કાર્યશીલ રહી હરણફાળ પ્રગતિ કરેલ છે. સાથે સાથે 600 થી વધુ સભ્યોની વિશ્વાસ સંપાદન કરેલ છે. પ્રથમ વર્ષથી જ સતત ઓડિટ વર્ગ A ધરાવતી આ મંડળી નફો કરી સભ્યોને ડિવિડન્ડ તેમજ દર ત્રણ વર્ષે અનોખી ભેટ આપી રહી છે. આ મંડળીનો તમામ વહીવટ પારદર્શક રીતે કરવામાં આવે છે. અને, તમામ કામગીરી કોમ્પ્યુટરાઇઝ છે.
સરકારના નિયમો મુજબ ચાલતી આ મંડળીની સામાન્ય સભા તારીખ 26 6 2024 ને બુધવારના રોજ, ગોંડલ રોડ, જકાતનાકા પાસે યોજાઇ હતી. સામાન્ય સભા બાદ તમામ સભ્યો માટે, અલ્પાહાર ની વ્યવસ્થા રાખવામાં આવેલ હતી. શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના આગેવાનો તેમજ, અન્ય સંસ્થાના પ્રતિનિધિઓએ હાજર રહી, મંડળીના ડાયરેક્ટરો ને અભિનંદન આપ્યા હતા. હાજર સૌ સભ્યો અને મહેમાનોએ લિજ્જતદાર અલ્પાહાર ની મજા માણી હતી. પ્રમુખશ્રી મનીષભાઈ મારું એ સૌનું સ્વાગત કરી, પધારેલ તમામ મહેમાનો તથા સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. અને, ભવિષ્યમાં પણ આવો જ સહકાર આપવા જણાવ્યું હતું.
આ મંડળીની સ્થાપનાથી જોડાયેલ અને સક્રિય હોદ્દેદાર એવા ઉપપ્રમુખ શ્રી રસિકભાઈ વાઘસણા એ જણાવ્યું કે, મંડળી સાથે જોડાયેલ, આજ સુધીના તમામ ડાયરેક્ટર શ્રીઓએ નિસ્વાર્થ ભાવે તન મન ધન થી કામગીરી બજાવી, પોતાની સેવા આપેલ છે. શ્રી વિશ્વકર્મા વંશજ માટે સ્થાપવામાં આવેલા આ મંડળી પોતાની ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે અને સમાજને ઉપયોગી બની રહી છે.
આજના આ કાર્યક્રમની તમામ તૈયારી ડાયરેક્ટર શ્રી ઓ દ્વારા કરવામાં આવેલ હતી. વિરાટ ઉદ્યોગિક સેવા સહકારી મંડળી લિમિટેડ સાથે જોડાયેલ સેવાભાવી ડાયરેક્ટર શ્રીઓ એવા પ્રમુખશ્રી મનીષભાઈ મારુ, ઉપપ્રમુખ શ્રી રસિકભાઈ વાઘસણા, મંત્રી શ્રી દિનેશભાઈ ધોરાજીયા, ખજાનચી શ્રી પ્રદીપભાઈ કરગથરા તેમજ, કારોબારી સભ્યશ્રીઓ એવા, શ્રી હિતેશભાઈ સંચાણિયા, શ્રી ભીખુભાઈ વડગામા, શ્રી પ્રાણ જીવનભાઈ દુધકીયા, શ્રી રમણીકભાઈ પાટણવાડીયા, શ્રી જગદીશભાઈ ભાડેશિયા, શ્રી મિતેશભાઈ ધ્રાંગધરિયા તેમજ, શ્રી હિતેશભાઈ પિત્રોડા પોતાની અન્ય સેવાઓ આપી રહ્યા છે
(અહેવાલ શ્રી પ્રદીપભાઈ કરગથરા, ફોટોગ્રાફ શ્રી પ્રવીણભાઈ પંચાસરા)



