નારી તુ નારાયણી ને સાર્થક કરી બતાવતી મૂળ કચ્છ જીલ્લાના અંજારની દિકરી કાજલબેન આસોડિયા પોતાના સુખી પરિવાર સાથે માધાપરમાં જીવન વિતાવી રહી હતી પરંતુ કુદરત ને કાજલબેન ની ખુશી મંજૂર ના હોય તેમ ભર યુવાનીમાં પોતાના પતિ નું નિધન થયું આટલેથી ના અટકતા તેઓને પણ ઘાતકી અકસ્માત થતાં લાંબો સમય પથારીવશ રહ્યા. પિતાના દુઃખદ અવસાન અને માતા ની આ હાલત નાની દિકરી ચિ. ખુશીથી સહન ના થતા તે આઘાતમાં સરી પડી. પુત્રી ની આ હાલતને જોતા માતા કાજલબેને મક્કમ નિર્ધાર કર્યો કે હું મારી દિકરીને ઉચ્ચ શિક્ષણ અપાવીશ એટલે ધીરે ધીરે પોતામાં છુપાયેલી બ્યુટીશીયનની જ આવડત ને ઉજાગર કરવાં બાળપણ ની પ્રાથમિક શિક્ષણ સમયની મિત્ર ગાયિકા ત્રુપ્તિ આચાર્યને વાત કરી કે મારે મારી ૧૮ વર્ષ ની બ્યુટીપાર્લર ચલાવેલી આવડતને ફરી ઉજાગર કરી મારી દિકરીનું જીવન સુધારવું છે. પોતાની મિત્રની આ ઈચ્છાને ફળીભૂત કરવાં આર્થિક મદદ કરી અને પિતાશ્રી અમૃતલાલ ઉમરાણિયા ની પ્રેરણાથી ફરી બ્યુટીપાર્લર કાજલબેને શરૂ કરતાં જ ધીરે ધીરે તેમની આવડતના લીધે નામના વધતી ગઈ. કચ્છ જીલ્લાની જાણીતી અનેક સંસ્થાઓનો સંપર્ક કરી તેઓએ અનેક સેમિનારના આયોજન કર્યાં અને જેમાં તેઓને માધાપરની રોટરી ક્લબ અને ભુજના પરિવર્તન ટ્રસ્ટ અદાણી સ્કીલ ડેવલપમેન્ટે કાજલબેનને સહયોગ આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી અને અનેક મહિલાઓ અને દિકરીઓને બ્યુટીપાર્લર ના કોર્સ કરાવ્યા. કુદરત જાણે કાજલબેનની ફેવર કરતી હોય તેમ ખુશી પણ ભણવામાં હોંશિયાર નિકળી અને ખુશીએ પોતાની માતા સમક્ષ આઈ-એ-એસ અધિકારી બનવાની ઇચ્છા વ્યક્ત કરી અને આ સાંભળતા જ કાજલબેનની આંખમાં હર્ષ ના આંસુ આવી ગયા અને મનોમન પોતાનાં સ્વર્ગસ્થ પતિદેવનું સ્મરણ કરી પોતાની મેહનત એળે નથી ગઈ એમ સમજીને દિકરી ખુશીને અમદાવાદ ભણવા માટે મોકલી આપી. કાજલબેન નું જીવન માત્ર અને માત્ર પોતાની દિકરી ને આઈ-એ-એસ બનાવવાં માટે નું ના રેહતા અનેક માતા -પિતાની છત્રછાયા ગુમાવેલી અને આર્થિક જરૂરિયાત વાળી દિકરીઓ માટે વ્યતિત થવાં લાગ્યું. આવી અનેક દિકરીઓએ કાજલબેનની મદદથી વિવિધ શહેરમાં પોતાનાં બ્યુટીપાર્લર ખોલી દીધાં છે અને પગભર બની છે. કાજલબેનની આ સિધ્ધિ ની સમાજ અને અનેક નામી સંસ્થાઓએ નોંધ લઈને તેઓને એવોર્ડ એનાયત કરી સન્માન કર્યાં છે.
તાજેતરમાં તા : ૨૮ જૂન ૨૦૨૪ ના રોજ અમદાવાદ મંગલપાંડે હોલમાં અનેક નામી વ્યક્તિઓ, સિંગર , મેકઅપ આર્ટિસ્ટ , કલાકાર ની ઉપસ્થિતિમાં યોજાયેલ સની દરબાર ગુજરાત ગર્વ એવોર્ડ સમારંભ માં કાજલબેનને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યાં જે લુહાર સમાજ માટે પણ ગર્વની વાત કેહવાય.
કાજલબેનની સાથે વાત કરતાં તેમણે સમસ્ત વિશ્વકર્મા વંશજની બહેનો -દિકરીઓ માટે સંદેશ પાઠવેલ છે કે જીવનનાં કઠિન સમયમાં ક્યારેય પણ નાસીપાસ ના થશો ,તમારામાં છુપાયેલી સ્કીલને ઉજાગર કરી તેના જ આધારસ્તંભ પર કામ કરતાં રહો એટલે જીવનપથ ની કેડીઓ તમને ક્યાંય લઈ જશે અને તમારો કઠિન સમય આપોઆપ નિકળી જશે અને ખાસ વાત એ કરી કે જીવનમાં તમે કૉઈ ના મોથાજ બનીને ના રેહતા હા , આ માટે તમારે ધ્યેય નક્કી કરી સખત પરિશ્રમ કરતાં રેહવું પડશે
આજે કાજલબેન જે કંઈ છે તે તેમનાં પતિદેવના આશિર્વાદ , પિતાશ્રીની પ્રેરણા , સહેલીનો સહયોગ અને દિકરીના સ્વપનને પરિપૂર્ણ કરવા માટેનો ધ્યેય.
ધન્ય છે લુહાર ની દિકરી કાજલબેનને અને તેમની દિકરી ખુશીને સો સો સલામ
અહેવાલ/ફોટોગ્રાફ : શ્રી અશોકભાઈ પીઠવા (વલ્લભ વિદ્યાનગર)



