મૂળ ભરૂચ જીલ્લા ના રાજપીપળા પાસે આવેલ ઉમલ્લા અને હાલ બારડોલી સ્થાયી થયેલ ધર્મેશભાઈ મુળજીભાઇ પંચાલ પોતે બારડોલી હાઈસ્કુલમાં અંગ્રેજી વિષયના શિક્ષક છે અને તેમના ધર્મપત્નિ શ્રીમતી રંજનાબેન પ્રાથમિક શાળામાં શિક્ષિકા છે. કેહવત છે કે મોર ના ઇંડા ચીતરવા ના પડે જેને સાર્થક કરી છે રંજનાબેન અને ધર્મેશભાઈના દિકરા યશ અને દિકરી આયુષી એ ......જી હા ... બંને જણ નાનપણથી જ ભણવામાં ખૂબ જ હોંશિયાર , બોર્ડની પરીક્ષાઓમાં પણ હંમેશા ૯૦%થી ઉપર રહી પ્રથમ જ આવે. આટલેથી ના અટકતા બંને જણાએ સુરતની SVNIT કોલેજમાંથી Civil Engineer (Yash-B.Tech., Ayushi-M.Tec. અને PHD running) ની ડિગ્રી પ્રાપ્ત કરી અને હાલ માં પોતાની ઉજ્જવળ કારકીર્દિને કંડારી રહ્યા છે.
સૌ પ્રથમ વાત કરીએ ચિ.આયુષી ( જન્મ તા :૨૧ જૂન ૧૯૯૮) ની કે જેઓ હાલ SVNIT કોલેજના પ્રો.એસ.એમ.યાદવના માર્ગદર્શન હેઠળ પી.એચ.ડી. કરી રહ્યા છે અને સાથે સાથે પોતાના પરિવારમાં વણાયેલ પ્રથાને આગળ વધારતાં જે કોલેજના તેઓ વિદ્યાર્થીની હતાં તે જ કોલેજમાં લેક્ચર પણ લઈ રહ્યા છે. તાજેતરમાં ગુરુવારના રોજ દક્ષિણ કોરિયામાં યોજાયેલ ઇન્ટરનેશનલ કોન્ફરસમાં ભારત દેશમાંથી પસંદ પામેલ પાંચ વિદ્યાર્થીનીઓમાંની એક હતી. લુહાર સમાજની ગૌરવવંતી ચિ આયુષી. આ કોન્ફરસમાં આયુષીએ પૂર નિયંત્રણ મોડલ રજૂ કરીને પ્રેઝન્ટેશન આપ્યું હતું. હાલમાં પૂર નિયંત્રણ માટે ની સિસ્ટમમાં ૨૪ કલાક પેહલા જ વરસાદની આગાહી થઈ શકે છે જ્યારે આયુષી દ્વારા જે મૉડેલ ( સોફ્ટવેર ) ડેવલપ કરવામાં આવી રહ્યુ છે તેમાં ૭ દિવસમાં કેટલો વરસાદ પડશે તેની ચોક્કસ આગાહી કરી શકાશે જે માટે તેણે સુરતની તાપી નદીને પસંદ કરી છે અને આ નદીમાં વરસાદને કારણે આવનાર પૂર ને કંઈ રીતે નિયંત્રિત કરી શકાય તે મૉડેલ પર રિસર્ચ કરી રહી છે આ મૉડેલની મદદથી ઉપરવાસમાં થયેલા વરસાદના ડેટાને આધારે કેટલુ પાણી છોડવું તેનો અંદાજ લગાવી શકાય છે અને પૂરને નિયંત્રિત કરી શકાય છે જેના કારણે જાન માલ ને થતાં નુકશાનને અટકાવી શકાશે. આ મૉડેલ આઈ.એમ.ડી. ના વરસાદનાં પૂર્વાનુમાન પર આધારિત રહેશે. વર્ષ ૨૦૦૬ અને ૨૦૧૩ માં સુરતમાં તાપી નદીમા આવેલ પુરના ડેટાને ધ્યાનમાં લઈને તે રિસર્ચ કરી રહી છે અને હજુ પણ તે આ મૉડેલ પર વિશેષ કામ કરી રહી છે જેથી સચોટ પરિણામ મળે અને જાન માલ ને થતું નુકશાન રોકી શકાય અને આર્થિક રીતે ફટકો ના પડે. આયુષીની આ સિધ્ધિને તાજેતરમાં ગુજરાતના તમામ અખબારોએ પ્રેસનોટ આપી બિરદાવી છે. તા ૨૩ થી ૨૮ એપ્રિલ ૨૦૨૩ માં પણ તેણે વિએના , ઓસ્ટ્રીયા મુકામે યોજાયેલ આંતરરાષ્ટ્રીય European Geosciences Assembly ( EGU 2023 ) માં સંશોધનકર્તા તરીકે ભાગ લઈ પોતાનો સંશોધન પત્ર કે જેનું નામ Development of Rainfall Runoff Model Using MIKE NAME for the flood Prone Basin of India રજૂ કરેલ. આયુષી એ આ સિધ્ધિ હાંસલ કરીને પરિવાર , કોલેજ અને પંચાલ સમાજનું ગૌરવ વધારેલ છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન
👉 હવે વાત કરીએ ચિ.યશ ( જન્મ તા : ૨૩ જૂન ૨૦૦૨ ) ની કે જેઓએ બોર્ડની ધોરણ ૧૦માં ૯૭% અને ૧૨ Scienceની પરીક્ષામાં ૯૫% (Maths 100/100) લાવી બારડોલી સેન્ટરમાં પ્રથમ નંબરે પાસ થઈ શાળા અને પરિવારનું નામ રોશન કર્યું હતું. પોતાની મોટી બહેનનાં પગલે ચાલતા તેઓએ પણ સુરતની SVNIT કોલેજમાં દર વર્ષે સૌથી વધુ ગુણ મેળવી Civil Engineer ( B.Tech.) ની ડિગ્રી પ્રાપ્ત કરી ગોલ્ડમેડલ મેળવ્યા હતા. કોલેજનાં કોન્વોકેશન ડે પર રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ ના હસ્તે ગોલ્ડ મેડલ અને ડિગ્રી એનાયત કરવામાં આવી. તે જ દિવસે કોલેજનાં સિવિલ ડિપાર્ટમેંટના વડા દ્વારા પણ તેઓને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. સુરતના સિવિલ એન્જિનિયર્સ અને આર્કિટેક ના ગ્રુપે પણ યશને દર વર્ષે સૌથી વધુ CGPA અને SGPA લાવવા બદલ ગોલ્ડ મેડલ આપી સન્માન કર્યું હતું. કોલેજમાં નંબર વનનું બિરુદ મેળવેલ યશ ને ભારત સરકાર ની EIL ( Engineers India Ltd ) કંપનીએ કોલેજનાં કેમ્પસ ઇન્ટરવ્યૂમાં જ પસંદ કરીને કંપનીની દિલ્હી સ્થિત કંપનીમાં સારાં એવાં પેકેજથી નિયુક્ત કરી લીધા છે. યશની આ સિધ્ધિએ પણ પરિવાર , કોલેજ અને પંચાલ સમાજનું ગૌરવ વધારેલ છે. યશ ને પણ ખૂબ ખૂબ અભિનંદન
અહેવાલ, ફોટોગ્રાફ : અશોકભાઈ પીઠવા (વલ્લભ વિદ્યાનગર), રાજેશભાઈ ડોડિયા (સુરત)




