
શ્રી ચંડી ચામુંડા અતિથિ ગૃહ ચોટીલા
નો ટ્રસ્ટી પરીવાર આનંદ અને ઉલ્લાસ સાથે જ્ઞાતિબંઘુઓ ને જણાવતા હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ કે...
તા.૨૧/૦૭/૨૦૨૪. ને રવિવાર ના રોજ અતિથિ ગૃહ ચોટીલા. લુહાર સમાજ સંચાલિત સંસ્થા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરુ પૂર્ણિમા મોટી પૂનમ હોય તેથી હર્ષોલ્લાસ સાથે સંસ્થા મા ઉજવણી કરવામાં આવશે.
સમાજ ના યાત્રિકો ને અગવડતા નપડે તેથી પુરે પુરી સગવતા ને પોહચી વળવા સંપૂર્ણ તૈયારી કરવામાં આવેલ છે. અંદાજે ૩૫૦ થી ૪૦૦ યાત્રિકો માતાજી ના દર્શનાર્થી ભક્તજનો પધારે તેવી શક્યતા છે. સંપૂર્ણ સુવિધા મળી રહે તેવી ટ્રસ્ટ બોર્ડ ની અગમ તૈયારી કરેલ છે.
અતિથિ ગૃહ ચોટીલા માં નવા બંધાતા બિલ્ડીંગ યુનિટ નંબર ૩ ની મુલાકાત લીઘી હતી મૂળ ગામ રાજુલા. હાલ ન્યૂ બોમ્બે. અશોકભાઈ જગજીવન ભાઈ વાઘેલા તથા તેમના નાના ભાઈ શ્રી અનિલભાઈ વાઘેલા તથા પરિવાર સાથે પધારેલ હતા. તેઓ રૂમ નં.૧ અને રૂમ નં ૩ ના દાતાશ્રી છે. તેમના તરફ થી સંસ્થા ને રૂપિયા ૫,૫૧૦૦૦ નું અનુદાન મળેલ છે. તેથી વાઘેલા પરિવાર સંસ્થા તરફ થી પ્રવીણભાઈ પરમારે તેમને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ છે.
આ નવા બિલ્ડીંગ ના બાંધકામ મા ડોનેશન આપવા જે કોઈ જ્ઞાતિબંઘુઓ કે દાતા શ્રી ઓએ વધારે માહિતી જોઈતી હોય તો તેના માટે સંપર્ક કરશો. "મોબાઈલ નંબર :- 9825120097 પ્રવીણભાઈ પરમાર."
થોડા સમય પુર્વે સંસ્થાના આયોજન મુજબ આ નવા બાંધકામ નુ કાર્ય ચાલુ કરવા મા આવેલ છે. સંસ્થાના નવા બાંધકામ ની શરૂઆત ટ્રસ્ટીઓ વર્તી મંત્રી શ્રી પ્રવીણભાઈ પરમારે કામગીરી શરૂ કરેલ છે. અને આગળની મીટીંગ બાદ અન્ય દાતા શ્રીઓ ના સહકારની અપેક્ષા સાથે ટ્રસ્ટીશ્રીઓ સહકાર ની અપેક્ષા રાખે છે.
શ્રી ચંડી ચામુંડા અતિથિગૃહ ટ્રસ્ટીશ્રીઓ દરેક દાતાશ્રી અને દરેકે-દરેક યાત્રીઓ નો આભાર વ્યક્ત કરે છે
(માહિતી ફોટોગ્રાફ: પ્રવીણભાઈ પરમાર,શ્રી ચંડી ચામુંડા અતિથિગૃહ ટ્રસ્ટીશ્રી)
