શ્રી વિશ્વકર્મા લુહાર સમાજ ના સંત રત્ન શિરોમણી શ્રી દેવતણખી દાદા જન્મ બોખીરા (પોરબંદર) ખાતે સમાજ સેવી શ્રી મયુરભાઈ મિસ્ત્રી દ્વારા "રામસેતુ એક જીવંત ધરોહર" ડિજીટલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
અષાઢી બીજ ના પવિત્ર દિવસ નો તહેવાર શ્રી વિશ્વકર્મા લુહાર સમાજ ના સંત રત્ન શિરોમણી શ્રી દેવતણખી દાદા જન્મ સ્થળ ખાતે ઉત્સાહપૂર્વક ઊજવવામાં આવ્યો હતો.
શ્રી દેવતણખી દાદા જન્મ સ્થળ બોખીરા (પોરબંદર) ના સાનિધ્યમાં ઉજવામાં આવેલ કાર્યક્રમ માં અતિથિ તરીકે પધારેલ શ્રી વિશ્વકર્મા કથાકાર શ્રેષ્ઠ શ્રી હિરેનભાઈ પંચાલ (અંજાર) ના વરદ હસ્તે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
