લુહાર સમાજનું ગૌરવ : સમસ્ત ગુજરાતમાં રેન્કર

 લુહાર સમાજનું ગૌરવ : સમસ્ત ગુજરાતમાં રેન્કર

કુ.ભવ્યા કેતનભાઈ પંચાલ

તાજેતરમાં GS & HSEB લેવાયેલ ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહમાં B ગૃપમાં લુહાર સમાજની દિકરી કુ.ભવ્યા એ સમસ્ત ગુજરાતમાં ટોપ રેન્ક મેળવી લુહાર સમાજ અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. વિજ્ઞાનપ્રવાહ ના B ગૃપમાં મુખ્ય વિષય ગણાતા બાયોલોજી વિષય માં ૧૦૦ માં થી ૧૦૦ ગુણ મેળવી ગુજરાત રાજ્યમાં ટૉપ આવેલ છે સાથે સાથે ૯૯.૯૯ પર્સેન્ટાઈલ રેન્ક લાવીને સમસ્ત રાજ્યમા ટૉપ રેન્ક મેળવેલ છે.નાનપણથી જ હોંશિયાર એવી ભવ્યાને મેડિકલ ક્ષેત્રમા આગળ વધવું છે. ભવ્યાની આ સિધ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન આશાદીપ ઇંટરનેશનલ સ્કૂલ , સુરતમાં પણ ભવ્યા પ્રથમ આવી છે. ભવ્યાના પિતા ડૉ.કેતનકુમાર દેવેન્દ્રભાઈ પંચાલ અને માતા દિપ્તીબેન કેતનભાઈ પંચાલને પણ ખૂબ ખૂબ અભિનંદન 

   અહીં એક વાત સમસ્ત વિશ્વકર્મા વંશજને ખાસ કેહવી છે કે જીવનમાં પૈસા કરતા શિક્ષણ નું મહત્વ સવિશેષ છે જે ભવ્યાના પરિણામે સાબિત કરી આપ્યું છે 

કેહવત છે કે મોર ના ઇંડા ચીતરવા ના પડે

    ભવ્યા ના પિતાશ્રી પણ વિશ્વકર્મા સમાજનું રત્ન અને મળવા જેવું વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ છે.તેઓ વિશ્વકર્મા કનેક્ટના સ્થાપક :ડૉ.કે.ડી.પંચાલ કે જેઓનું આખું નામ ડૉ.કેતનકુમાર દેવેન્દ્રભાઈ પંચાલ છે. મૂળ ઉત્તર ગુજરાતના ચાણસ્મા શહેર જી: પાટણ ના વતની છે પરંતુ ઘણા વર્ષોથી સુરત ખાતે સ્થાયી થયેલ છે. માત્ર ૪૪ વર્ષની ઉંમરમાં તેઓએ નોંધપાત્ર સિધ્ધિઓ હાંસલ કરી છે.તેઓ સબ જોનલ ઓફિસર તરીકે , પ્લેસમેન્ટ સેલ, એજ્યુકેશન ડિપાર્ટમેંટ ગુજરાત રાજ્ય માં ફરજ બજાવે છે. સિનિયર પ્રોફેસર ઈન મિકેનિકલ એન્જિનિયરિંગ, મા.સેક્રેટરી, ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જીનિયર્સ, પ્રોફિસિયન્ટ મેમ્બર, આઈડિયા એન્ડ ઇનોવેશન સેલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ગેઝેટેડ ઓફિસર ગુજરાત ગવર્મેન્ટ જેવી વિવિધ જવાબદારી છેલ્લા ૨૩ વર્ષથી કુનેહપૂર્વક નિભાવી રહ્યા છે.તેઓએ પોતે પણ નોંધપાત્ર સંખ્યામાં ઇન્ટરનેશનલ જર્નલ માં રિસર્ચ પેપર પબ્લીશ કરેલ છે. ગર્વની વાત એ છે કે તેઓ પોતે આજદિન સુધી પોતાના નામે સાત પેટન્ટ પણ ધરાવે છે. વિદ્યાદીપ યુનિવર્સિટી સુરત તથા અમેરિકા સ્થિત Phillips Machine Tools ખાતે તેઓ ચીફ એડવાઈઝર તરીકે સેવા આપી રહેલ છે. જે સમગ્ર વિશ્વકર્મા સમાજ માટે ગૌરવ સમાન વાત છે.તેઓ વિશ્વકર્મા સમાજના સામાજિક અને આર્થિક ઉત્થાન માટે છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે. તેઓ વિશ્વકર્મા સમાજના સમગ્ર ભારતના ક્લાસ વન અને ટુ સરકારી અધિકારીઓના સંગઠન વિશ્વકર્મા ગ્લોબલ સોસાયટીના પણ જોઇન્ટ સેક્રેટરી છે.તેઓ વિશ્વકર્મા સમાજના તમામ યુવાનો ને કેરિયર ગાઈડન્સ, સ્કીલ બેઝડ એજ્યુકેશન તથા તેઓને successful entrepreneurs બનાવવા માટેના તમામ કાર્યક્રમના પ્રણેતા છે. તેઓને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન ના ઇનોવેશન સેલ દ્વારા ઇનોવેશન એમ્બેસેડર તરીકે પણ પ્રમાણિત કરવામાં આવેલ છે. સુરત સ્થિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ માં તેઓએ BTech ,MTech, Phd ની પદવી પ્રાપ્ત કરેલ છે.વિશ્વકર્મા આયોગ, વિશ્વકર્મા સહકારી મંડળી ની રચના તથા પીએમ વિશ્વકર્મા યોજના ના રજીસ્ટ્રેશન અંગેનું www.vishwakarmaconnect.net પોર્ટલ માં પ્રાવધાન વિ. સાથે શરૂઆત કરી હતી તેઓ દ્વારા આપણા વિશ્વકર્મા વંશજના સમાજને જાગૃત કરીને ભાવિ પેઢીને આગવી ઓળખ ઉભી કરવા હાંકલ કરવામાં આવી છે તેઓના આત્મવિશ્વાસને લીધે જ બીજાથી અલગ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવે છે તેઓનું નેતૃત્વ વિશ્વકર્મા સમાજના દરેક સભ્યો માટે ખૂબ જ ઉપયોગી છે. ડૉ. કે ડી પંચાલ સાહેબના વડપણ હેઠળ વિશ્વકર્મા સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને પ્રગતિના વધુ સોપાન સર કરે અને વિશ્વકર્મા સમાજ વધુ લોકપ્રિય બને અને તેમની દિકરીના આ પરિણામ થી સમાજનાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તેવી ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદાના ચરણમાં પ્રાર્થના 

તમામ માહિતી અમારા સહયોગી શ્રી અશોકભાઈ પીઠવા તરફ થી આપવામાં આવી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું